નવી દિલ્હીઃ આજથી દેશભરમાં લૉકડાઉન-2ની શરૂઆત થઇ ગઇ છે, સરકારે કોરોનાને હરાવવા માટે વધુ 19 દિવસનું દેશવ્યાપી લૉકડાઉન જાહેર કર્યુ છે, આ લૉકડાઉનમાં સરકારે કેટલીક વસ્તુઓ પર સખત પાબંદીઓ લગાવી દીધી છે. જેને તોડવાથી સરકાર તમારી પાસેથી મોટો દંડ વસૂલ કરશે.
સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, આદેશમાં કહેવાયુ છે કે, લૉકડાઉન-2 દરમિયાન કોઇપણ દરેક વ્યક્તિને મોં-ચહેરો ઢાંકીને ફરવુ પડશે, માસ્ક પહેરીને ફરવુ પડશે. નહીં તો દંડ થઇ શકે છે.
આ ઉપરાંત સરકારે રસ્તાંઓ પર થૂંકવા પર પણ પાબંદી લગાવી દીધી છે, રસ્તાં પર થૂંકવુ ગુનો બનશે અને પોલીસ સખ્ત કાર્યવાહીની સાથે સાથે દંડ વસૂલ કરશે.
સરકારે કહ્યું કે, ફૉર વ્હિલર ગાડીઓમાં ડ્રાઇવર સાથે એક વ્યક્તિને બેસવાની પરવાનગી છે. ત્રીજો વ્યક્તિ બેસશે તો દંડ થશે. આ જ રીતે ટુ વ્હિલરમાં માત્ર એક વ્યક્તિને અનુમતિ આપવામાં આવી છે.
આ સિવાય સરકારે ટ્રાફિક, હવાઇ સફર, પબ્લિક ટ્રાન્સપોર્ટ, મેટ્રો સર્વિસ પર લૉકડાઉન દરમિયાન ખાસ રોક લગાવી દીધી છે. સરકારે લૉકડાઉન દરમિયાન જિમ અને લગ્ન સમારોહ જેવા ફંક્શનો બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલ દેશભરમાં લૉકડાઉન-2નો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેને 3 મે સુધી ચાલુ રાખવામાં આવશે.
લૉકડાઉન-2માં સરકારે કઇ-કઇ વસ્તુઓ કરવા પર પાબંદીઓ લગાવી, તોડશો તો થશે દંડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2020 12:22 PM (IST)
સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, આદેશમાં કહેવાયુ છે કે, લૉકડાઉન-2 દરમિયાન કોઇપણ દરેક વ્યક્તિને મોં-ચહેરો ઢાંકીને ફરવુ પડશે, માસ્ક પહેરીને ફરવુ પડશે. નહીં તો દંડ થઇ શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -