નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનુ સંકટ ચાલુ છે જેના કારણે કેન્દ્રની મોદી સરકારે દેશભરમાં ફરી એકવાર લૉકડાઉન લંબાવી દીધુ છે. આ બીજુ લૉકડાઉન છે જેને 19 દિવસ માટે જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, ખાસ વાત છે કે લૉકડાઉન-2માં સરકારે કેટલીક જગ્યાએ અને કેટલીક વસ્તુઓ પર છૂટછાટ આપવાની વાત કહી છે.


લૉકડાઉનના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ 21 દિવસનુ લૉકડાઉન આપ્યુ હતુ, જેમાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 10815 પર પહોંચી હતી, અને 353 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

લૉકડાઉન-2માં છૂટછાટને લઇને આજે કેબિનેટની બેઠક મળનારી છે. મોદી કેબિનેટની બેઠકમાં ખાસ વાત એ છે કે, એક ખાસ ગાઇડલાઇ જાહેર કરવામાં આવશે, આ ગાઇડલાઇનમાં કેટલાક સેક્ટરને સશરત છૂટ આપવામાં આવી શકે છે.



નોંધનીય છે કે, પ્રથમ તબક્કાના લૉકડાઉનની જાહેરાત થઇ ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 560 હતી, અને 14 એપ્રિલે પ્રથમ તબક્કો પુરો થાય ત્યાં સુધી આ આંકડો વધીને 10815 પર પહોંચી ગયો હતો. એટલી માની શકાય કે દેશમાં કોરોના ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે. આ માટે સરકારે એક સ્પેશ્યલ ગાઇડલાઇન જાહેર કરવી જરૂરી છે.