ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. નિષ્ણાંતોએ કોરોના સામેની લડાઈમાં રસીને સુરક્ષા કવચ ગણાવ્યું છે. એવામાં દેશના દરેક નાગરિકને રસી મળી શકે તેના માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે રસીકરણ ડ્રાઈવની શરૂઆતથી જ કેટલીક અફવાઓ સતત ફેલાતી રહી છે. ત્યારે એક નવો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર રસીના બહાને લોકોના શરીરમાં માઈક્રોચિપ ટ્રાન્સપ્લાન્ટ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ પ્રકારના દાવા સાથે જોડાયેલ અનેક વીડિયો પર સતત વાયરલ થઈ રહ્યા છે. આજે આવા જ દાવાની સત્યતા વિશે જાણીશું અને સાચુ શું છે તે તમને જણાવીશું.


સોશિયલ મીડિયા પર દાવો


વાયરલ થઈ રહેલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર કોરોના રસીના બહાને લોકોના શરીરમાં માઈક્રોચિપ પ્લાન્ટ કરી રહી છે જેથી તેને વશમાં કરી શકાય.


આ છે દાવાનું સત્ય


તપાસ કરતાં જાણવા મળ્યું છે કે એવા કોઈપણ પુરુવા સામે નથી આવ્યા જેથી એ સાબિત થાય કે માઈક્રોચિપ્સ પ્લાન્ટ કરવાનો દાવો સાચો છે. રસીકરને લઈને અનેક અફવાઓ ફેલાઈ છે. ન તો આવા કોઈ અહેવાલ છે કે સરકારે પાસપોર્ટ માટે રસીકરણ ફરજિયાત કર્યું છે. એવામાં તપાસ બાદ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ આ દાવો પણ ખોટો નીકળ્યો છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ હતી કે બિલ ગેટ્સ લોકોના બાયોમેટ્રિક ડેટા એકઠો કરવા માટે રસીકરણનો ઉપયોગ કરી રહ્યા છે. આ દાવો પણ તપાસ બાદ ખોટો જણાયો હતો. દેશમાં કોરોના પર કાબુ મેળવવા માટે સરકારે માત્ર રસીકરણ ડ્રાઈવ જ ઝડપી નથી બનાવી પરંતુ કોવિન પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશનન પણ બંધ કરી દીધું છે એટલે કે હવે સ્થળ પર જઈને પણ રસી લઈ શકાય છે. એવામાં કોરોનાથી બચવા માટે દરેક વ્યક્તિ રસીના બન્ને ડોઝ લે જેથી કોરોના સામેની જંગમાં સફળતા મળે.