નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને હડતાળ કરી રહેલા ડૉક્ટરોને કામ પર પરત ફરવાની અપીલ કરતા કહ્યું કે રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ (એનએમસી)બિલ ડૉક્ટરો અને દર્દીઓના હિતમાં છે. તેમણે જુદાજુદા ચિકિત્સક સંધોના રેજિડેંટ ડૉક્ટરોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત દરમિયાન આ અપીલ કરી જે બિલના કેટલાક પ્રાવધાનને લઈને હડતાળ કરી રહ્યા છે.


આ સંધોએ આરોપ લગાવ્યો કે આ બિલમાં એવા પ્રાવધાન છે જે ગરીબ વિરોધી, વિદ્યાર્થી વિરોધી અને અલોકતાંત્રિક છે. રેજિડેંટ ડૉક્ટરોએ આ બિલના વિરોધમાં શુક્રવારે પણ હડતાળ ચાલુ રાખતા તમામ સેવાઓ બંધ કરી છે.

હર્ષવર્ધને કહ્યું, મે તેમને સમજાવ્યા છે કે આ ઐતિહાસિક બિલ ડૉક્ટરો અને દર્દીઓના હિતમાં છે. મે બિલના કેટલાક પ્રાવધાન પર તેમના સવાલોના જવાબ પણ આપ્યા હતા. મે તેમને હડતાળ ખત્મ કરવાની અપીલ કરી છે. મે તેમને કહ્યું હડતાળ કરવાનું કોઈ કારણ નથી. ડૉક્ટરોએ દર્દીઓ પ્રત્યે પોતાના કર્તવ્યોને ભૂલવા ન જોઈએ.