ફેક્ટરી એક્ટ હેઠળ કંપનીઓ પોતાના ત્યાં કામ કરનારા લોકો પાસે 9 કલાકથી વધુ કામ કરાવે છે, પરંતુ તેમને ઓવરટાઇમ આપતી નથી. કારણ કે હાલની વ્યવસ્થા અનુસાર જોઇ લેબર પોતાના કામના કલાકો બાદ 30 મિનિટથી વધુ સમય આપે છે તો તેને ઓવરટાઇમ ગણવામાં આવતો નથી.
પરંતુ નવા શ્રમ નિયમોની અનુસાર હવે 15 મિનિટથી 30 મિનિટ સુધી અડધો કલાક ઓવરટાઇમ માનવામાં આવશે. એટલે કે પોતાના કામના કલાકો પુરી થયા બાદ તમે 15 મિનિટથી વધુ સમય આપે છે તો તમારે 30 મિનિટનો ઓવરટાઇમ આપવામાં આવશે.
એક સમાચાર મુજબ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે દૈનિક કામના 8 કલાકને લઈને જ વિચાર કરવામાં આવી રહ્યો છે અને તે બાદ ઓવરટાઈમ શરૂ કરવામાં આવશે અને ઓવર ટાઈમમાં કામદારને રેગ્યુલર પગારનાં ઓછામાં ઓછા બે ગણી હશે. એક અહેવાલ મુજબ સરકારી અધિકારીઓ તરફથી આ સ્પષ્ટતા એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે લોકોમાં એવો ભ્રમ હતો કે નવા કાયદામાં 12 કલાકનો સમય કરવામાં આવ્યો છે જેથી આ સ્પષ્ટતા આપવામાં આવી છે.
પરંતુ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે નવેમ્બર 2020માં લેબર મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલા ડ્રાફ્ટના નિયમોમાં જણાવવામાં આવ્યું હતું કે કામકાજના કલાકોમાં વધારો કરીને 12 કલાકનો કરવામાં આવી શકે છે. અત્યારે 9 કલાક કામકાજનો નિયમ છે. સરકાર આ નિયમ એટલા માટે લઇને આવી કારણ કે અત્યારે ઘણા શ્રમ કાયદા પર સ્થિતિ સ્પષ્ટ નથી અને તેને લઇને ભ્રમની સ્થિતિ બનેલી છે.