નવી દિલ્હીઃ દેશમાં એક સપ્ટેમ્બરતી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. જે બાદ લોકોને હજારો રૂપિયાનો મેમો દંડ પેટે ફાડવામાં  આવ્યો છે. લોકો એવી પણ ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ જ્યારે આરસી, લાઇસન્સ, ઈન્શ્યોરન્સ અને પીયુસી ડિજિલોકર કે એમ પરિવહન એપમાં પોલીસને દર્શાવે છે તો પોલીસ માન્ય ગણતી નથી.


કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે તમામ રાજય સરકારો અને તમામ રાજ્યોની પોલીસને એક એડવાઇઝરી બહાર પાડીને કહ્યું કે, જો વાહન ચાલક તમામ દસ્તાવેજો મોબાઇલ ફોનમાં ડિજિલોકર કે એમ પરિવહનમાં દર્શાવે તો તેને માન્ય ગણવામાં આવે અને તેને મેમો ન આપવામાં આવે. એડવાઇઝરીમાં એવું પણ કહેવાયું છે કે જો કોઈ કારણસર વાહન ચાલક પાસે મોબાઇન ન હોય અથવા કોઈ એવી પરિસ્થિતિના કારણે કાગળ પ્રત્યક્ષ કે ડિજિટલ રૂપમાં પોલીસને દર્શાવી ન શકે તો તેને મેમો ન આપવામાં આવે. પરંતુ સ્વયં એમ પરિવહન એપ કે પોલીસ પાસે રહેલી ઈ-ચલણ એપમાં તે વ્યક્તિની ડિટેલ્સ જોઈને વેરિફાઇ કરે અને મેમો ન ફટકારે.

ઉપરાંત જો તમને પોલીસ રૂટિન ચેકિંગ દરમિયાન રોકે અને તમામ દસ્તાવેજ ન હોય તો ડિજિટલ રૂપમાં દર્શાવી શકો છો કે ખુદ ડિજિટલ રૂપમાં દસ્તાવેજ વેરિફાઇ કરાવી શકો છો. પરંતુ જો તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે તો મેમો મળશે. જેમકે હેલમેટ ન પહેર્યું હોય, સીટ બેલ્ટ ન બાંધ્યો હોય, રેડ લાઇટ ક્રોસ કરી ગયા હોય તો પોલીસ બાકી તમામ ડોક્યુમેન્ટ માની લેશે પરંતુ આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મેમો ફટકારશે.

શૂટિંગમાંથી આવતી શ્રદ્ધા કપૂરને ઘેરી વળ્યા શેરી કૂતરા, સામે આવી તસવીરો

 મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓને દબદબો, જાણો કેટલી છે સંપત્તિ

મારુતિએ કારના ભાવમાં કર્યો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ, જાણો વિગતે