નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોને બહોળા પ્રમાણમાં પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શુક્રવારે મોટર વાહન અધિનિયમમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેના પ્રમાણે 15 વર્ષથી વધુ જૂના વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય અને તેને ભંગારમાં મોકલવાની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારની યોજના છે કે 15 વર્ષ જૂના વાહનોના ફિટનેસનું પ્રમાણપત્રનું નવીનીકરણ દર છ મહિને કરવામાં આવે. હાલમાં તેને રિન્યૂ કરવાની સમયમર્યાદા એક વર્ષની છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, “મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિમયમાં સંશોધન માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેનો મતલબ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનું છે. દિવ્યાંગો માટે અનુકૂળ બસોને સુનિશ્ચિત કરવા અને એક જેવી પ્રણાલી સ્થાપિત કરવાની છે. જે 15 વર્ષ જૂના વાહનોને ઉપયોગથી દુર કરી શકાય.”
આ પ્રસ્તાવ પ્રમાણે વાહનોના ફિટનેસની તપાસ કરવા અને તેનું પ્રમાણપત્ર રીન્યૂ કરવાની ફીમાં પણ વધારો કરાયો છે. બિલ પ્રમાણે મધ્યમ અને હેવી મોટર વાહનોની શ્રેણી અંતર્ગત નવા પ્રમાણપત્ર માટે મેન્યુઅલ વાહનો માટે તપાસની ફિ 1200 રૂપિયા અને સ્વચાલિત વાહનો માટે 2000 રૂપિયા છે. બેટરીથી ચાલતા વાહનોના રજીસ્ટ્રેશનના પ્રમાણપત્રના રીન્યૂ માટે છૂટ આપવામાં આવશે.
મધ્યમ અને હેવી વાહનોની શ્રેણીમાં નવા વાહનો માટે રજીસ્ટ્રેશન ફી 20 હજાર રૂપિયા રાખવી અને રિન્યૂ માટે 40 હજાર રૂપિયા નક્કી કરવાનો પ્રસ્તાવ છે. આ જ રીતે ચાર કે તેથી વધુ વ્હીલવાળા વાહનોના રજીસ્ટ્રેશનની કિંમત 20 હજાર અને રિન્યૂ માટે 40 હજાર રૂપિયા રાખવાનો પ્રસ્તાવ છે.