નવી દિલ્હી: સંસધની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી(PAC) ફરીથી બનાવવામાં આવી છે. કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીને આ મહત્વપૂર્ણ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ પુન: સ્થાપિત પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને 24 જુલાઈ 2019 થી લાગુ માનવામાં આવી છે અને તેનો સમયગાળો 30 એપ્રિલ 2020 ના રોજ સમાપ્ત થશે.


આ સમિતિમાં લોકસભાના 15 સભ્ય તથા રાજ્યસભાના સાત સભ્ય છે. લોકસભા સભ્યોમાં ટી. આર બાલૂ, સુભાષ ચંદ્ર બહેરિયા, સુધીર ગુપ્તા, દર્શના બિક્રમ, જરદોશ, ભૃતહરિ માહતાબ, અજય મિશ્રા, જગદમ્બિકા પાલ, વિષ્ળુ દયાળ રામ, રાહુલ રમેશ શેવાલે, રાજીવ રંજન સિંહ, ડૉ સત્યપાલ સિંહ, જયંત સિન્હા, બી બલ્લભાનેની, રામ કૃપાલ યાદવ સામેલ છે.

જ્યારે રાજ્યસભામાંથી રાજીવ ચંદ્રશેખર, એમ વી રાજીવ ગોડા, નરેશ ગુજરાલ, ભુવનેશ્વર કલીતા, સી એમ રમેશ, સુખેન્દ્ર શેખર રાય અને ભૂપેન્દ્ર યાદવ સામેલ છે.

બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, ચોથી વખત બન્યા CM

મોદી સરકારના બીજા કાર્યકાળના 50 દિવસોનું રિપોર્ટ કાર્ડ રજૂ, જે પી નડ્ડાએ ગણાવી સિદ્ધિઓ