નવી દિલ્હી: 74માં સ્વતંત્રતા દિવસના અવસર પીએમ મોદીએ સતત સાતમી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ કોરોના વાયરસની મહામારીથી લઈ આત્મનિર્ભર ભારત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂત, ચીન સાથે વિવાદ જેવા મત્વના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ દેશની નારીશક્તીને સલામ કર્યા હતા. મોદીએ કહ્યુ કે, દીકરીઓનાા લગ્નની ઉંમરને લઈને સરકાર સમીક્ષા કરી રહી છે.


પીએમ મોદીએ કહ્યુ કે, દીકરીના લગ્નની યોગ્ય ઉંમર કઈ હશે, તેના પર પુનર્વિચાર માટે એક સમિતિ રચવામાં આવી છે. તેના રિપોર્ટ બાદ જ સ્ત્રીના લગ્નની ઉંમરને લઈને પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. એવામાં દીકરીઓના લગ્નની ઉંમરમાં મોટો ફેરફાર થઈ શકે છે.

મહિલા શક્તિને સલામ કરતા પીએમ મોદીએ કહ્યું, ભારતમાં જ્યારે જ્યારે મહિલા શક્તિને અવસર મળ્યો છે, તેમણે દેશનુ નામ રોશન કર્યુ, દેશને મજબૂતી આપી છે, આજે મહિલાઓ અંડરગ્રાઉન્ડ કોયલાની ખાણમાં કામ કરી રહી છે. ફાઈટર વિમાન આસમાનમાં ઉડાવી રહી છે. તેમણે કહ્યુ કે ગર્ભવતી મહિલાઓને સેલરી સાથે 6 મહિનાની રજા આપવાના નિર્ણયની વાત હોય, આપણા દેશની મહિલાઓ જે તીન તલાકના કારણે પીડિત રહેતી હતી, એવી મહિલાઓને આઝાદી અપાવવાનુ કામ હોય, સરકારે આ વિશે કામ કર્યુ છે. ગરીબ પુત્રીઓના સ્વાસ્થ્યની ચિંતા પણ અમારી સરકાર સતત કરી રહી છે.