વેંકૈયા બોલ્યા, યૂનિફૉર્મ સિવિલ કોડ પર લોકોની સહમતિ વગર કોઈ નિર્ણય લેશે નહીં સરકાર
abpasmita.in | 26 Oct 2016 05:23 PM (IST)
નવી દિલ્લી: દેશમાં ટ્રિપલ તલાક અને સિવિલ કોડને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે કેંદ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે યૂનિફૉર્મ સિવિલ કૉડને પાછલા દરવાજે અને સામાન્ય સહમતિ વગર લાવવામાં આવશે નહીં. તેમને આ આરોપને ઈનકાર કર્યો કે બીજેપી આ વિવાદાસ્પદ મુદ્દાને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશની ચૂંટણીના કારણે ચગાવી રહી છે. કૈયાએ દાવો કર્યો છે કે આગામી ચૂંટણીમાં બીજેપી રાજનૈતિક લાભ લેવા માટે ટ્રિપલ તલાક, યૂનિફૉર્મ સિવિલ કૉડ અને રામ મંદિરના મુદ્દાઓનો ઉપયોગ કરશે નહીં. તેમને કહ્યું કે પાર્ટી વિકાસના એંજડા પર જ ચૂંટણી લડશે. કેંદ્રીય મંત્રીએ કહ્યું કે આ પ્રકારના મહત્વપૂર્ણ મુદ્દાઓને ચૂંટણીના લાભ માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમને વિપક્ષની એ નિંદાને નકારી દીધી છે કે લક્ષિત હુમલાને રાજનીતિકરણ કરવામાં આવી રહ્યું છે. વેંકૈયા નાયડૂએ કહ્યું, ‘સરકાર ટ્રિપલ તલાકને એક ધાર્મિક મામલો ગણતી નથી, આ લૈગિક સંવેદનશીલતાનો મામલો છે. એ કહેવું ખોટું છે કે અમે મુસ્લિમ મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યા છીએ. તેમને કહ્યું, તે ભારતીય સંસદ, તેની રાજનીતિ પ્રણાલી દ્વારા હિંદુ કોડ બિલ, તલાક કાયદો, દહેજને બંધ કરવી, સતી પ્રથા બંધ કરવી જેવા કાયદોઓ પસાર કર્યા છે. આ બધુ ભારતીય સંસદ દ્વારા કરવામાં આવ્યું છે. નાયડૂએ સ્પષ્ટ કર્યું છે કે યૂનિફૉર્મ સિવિલ કોડ લાવવા માટે મોટા પ્રમાણમાં સામાન્ય સહમતિ તૈયાર કરવી જરૂરી છે. તેમને કહ્યું કે તેના માટે ટ્રિપલ તલાક કહેવાના મુદ્દાને ઉઠાવવાનો આરોપ ખોટો છે.