નવી દિલ્લી: ન્યુઝીલેંડના પ્રધાનમંત્રી જોન કી ભારતના પ્રવાસે આવેલા છે. બુધવારે જૉન કી એ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમે કહ્યું કે તેમની જૉનની સાથે દ્ધપક્ષિય અને બહુપક્ષીય સહયોગ પર વિસ્તૃત અને લાભદાયક ચર્ચા થઈ હતી. ચર્ચામાં વેપાર અને રોકાણને લઈને પણ ચર્ચા થઈ હતી.
પીએમ મોદીએ એક વાર ફરી આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે આતંકવાદ વૈશ્વિક શાંતિને ભંગ કરવામાં એક મુખ્ય પડકાર મનાય છે. બન્ને દેશોની વચ્ચે આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા અને ગુપ્ત સહયોગને મજબૂત કરવાને લઈને વાત થઈ છે.
પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યના રૂપમાં ભારતને સમાવેશ કરવાને લઈને ન્યુઝીલેંડના સમર્થનનો આભાર માન્યો હતો. જ્યારે ન્યુઝીલેંડના પીએમ જૉન કીએ કહ્યું કે ન્યુઝીલેંડ અને ભારત પહેલાથી જ એક મજબૂત સંબંધ ધરાવે છે. પછી તે વેપાર ક્ષેત્રે હોય કે ક્રિકેટના ક્ષેત્રે..
જૉન કી એ પણ આતંકવાદના મુદ્દા પર ભારતની ચિંતાઓ પર સહમતિ બતાવી હતી અને કહ્યું કે અમે પણ અંતરરાષ્ટ્રીય આતંકવાદ સહિત સુરક્ષાના મુદ્દા પર સીમા પર ઘનિષ્ઠ સમન્વય ચાલુ રાખવા સહમત છે. જૉન કી એ ભારતને NSGમાં સભ્ય પદ આપવા માટે સહમતિ જતાવી હતી. જોને કહ્યું કે ન્યુઝીલેંડ ભારતને NSGમાં સભ્ય બનાવવા માટે પ્રયાસ કરતું રહેશે.