Governor: શનિવારે મોડી રાત્રે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી નિમણૂકોને મંજૂરી આપી. તો બીજી તરફ, પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.


 






રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે મોડી રાત્રે કેટલાક રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રીલીઝ મુજબ, લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબચંદ કટારિયાનું સ્થાન લીધું છે. આ ઉપરાંત ગુલાબચંદ કટારિયાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.


સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બનશે


પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. રિલીઝ અનુસાર, સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. રાધાકૃષ્ણનના સ્થાને સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બનશે.


કે કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા


હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમ પ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ હશે. રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને મેઘાલયના રાજ્યપાલ તરીકે સીએચ વિજયશંકરની નિમણૂક કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે. આ નિમણૂંકો તેઓ પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવી થશે, એમ નિવેદનમાં જણાવાયું છે.


કોણ છે કે. કૈલાશનાથન? 


તમને જણાવી દઈએ કે, કે. કૈલાશનાથન ગુજરાત કેડરના 1979 બેચના આઈએએસ ઓફીસર હતા. તેઓ વર્ષ 2009થી  ગુજરાતમાં સીએમઓમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત કે. કૈલાશનાથન 2013માં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત થયા હતા. તેઓ વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતના વહીવટી તંત્રને આપી હતી.