મુંખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, જાહેર પરિવહન, બેન્કો, કરિયાણા અને અન્ય આવશ્યક સેવાઓને શટડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારી કચેરીઓમાં ફક્ત 25 ટકા સ્ટાફ હશે.
કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 52 કેસ પોઝિટિવ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કુલ 195 કોરોના વાયરસના કેસમાંથી 20 લોકો એવા છે જે ઠીક થઈ ગયા છે અને સારવાર બાદ તેમનામાં કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યા નથી. જોકે 4 કેસ એવા પણ જેમાં કોરોના વાયરસ પીડિતનું મોત થયું છે.