Toll Highway Plaza: સરકાર તરફથી 2000માં નેશનલ હાઇવે પર ટોલ વસૂલવાનું શરૂ કર્યું ત્યારથી હાઇવે પ્રવાસીઓએ યુઝર ફી તરીકે આશરે 2.1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હાઇવે અને એક્સપ્રેસ વેનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક બનાવવા માટે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ખર્ચનો આ એક નાનો હિસ્સો છે. આ માટે ચાલુ નાણાકીય વર્ષમાં જ 2.7 લાખ કરોડ રૂપિયાની ફાળવણીનો અંદાજ છે.


મંત્રાલયે ગુરુવારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 વર્ષો દરમિયાન જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડ હેઠળ બાંધવામાં આવેલા વિસ્તારો માટે ખાનગી હાઇવે નિર્માણ કંપનીઓ દ્વારા આશરે 1.4 લાખ કરોડ રૂપિયાનો ટોલ એકત્ર કરવામાં આવ્યો છે. આ ભાગોમાં NH-48 ના ગુડગાંવ-જયપુર કોરિડોરે લગભગ રૂ. 8,528 કરોડ યુઝર ચાર્જિસ તરીકે એકત્રિત કર્યા છે.


ટોલ વસૂલવામાં ઉત્તર પ્રદેશ નંબર 1


જ્યારે ખાનગી કંપનીઓએ હાઇવે પ્રોજેક્ટમાં પોતાના રોકાણની ભરપાઇ પીપીપી હેઠળના વિભાગોમાંથી એકત્ર કરવામાં આવે છે.  વસૂલવામાં આવેલા ટોલમાંથી હાઈવે પ્રોજેક્ટ્સમાં તેમના રોકાણની ભરપાઈ કરે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) માત્ર તે વિભાગો પાસેથી જ ટોલ મેળવે છે જે 100 ટકા સરકારી ભંડોળથી બનેલ છે. રાજ્યોમાં સૌથી વધુ ટોલ ઉત્તર પ્રદેશમાં હાઈવે યુઝર્સ પાસેથી આવ્યો છે. યુપીમાં દેશનું સૌથી મોટું હાઇવે નેટવર્ક પણ છે. મણિપુર, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવા પૂર્વોત્તર રાજ્યોમાંથી કોઈ ટોલ આવક પ્રાપ્ત થઈ નથી.


નેશનલ હાઇવેના 45 હજાર કિલોમીટર પર ટોલ


હાલમાં લગભગ 1.5 લાખ કિલોમીટરમાંથી લગભગ 45,000 કિમી પર નેશનલ હાઇવે પર ટોલ વસૂલવામાં આવે છે. સરકાર ફક્ત તે જ હાઇવે પર ટોલ વસૂલ કરે છે જે ઓછામાં ઓછા અઢી લેન હોય. NHAI આવક વધારવા માટે વધુ હાઇવેને ટોલ કવરેજ હેઠળ લાવવાનું લક્ષ્ય રાખે છે. અન્ય એક જવાબમાં મંત્રાલયે નીચલા ગૃહને જાણ કરી કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે નેશનલ હાઇવેના નિર્માણ અને જાળવણી માટે 10.2 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે.


1.44 લાખ કરોડની ટોલ વસૂલાત


સરકારે ડિસેમ્બર 2000થી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ સંચાલિત ફી પ્લાઝા પર ટોલ ટેક્સ તરીકે 1.44 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નેશનલ હાઇવે પરના તમામ યુઝર ટોલ પ્લાઝાની સ્થાપના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ (દર અને વસૂલાતના નિર્ધારણ) નિયમો, 2008 અને સંબંધિત કન્સેશન એગ્રીમેન્ટની જોગવાઈ અનુસાર કરવામાં આવે છે.


ગડકરીએ કહ્યું કે ડિસેમ્બર 2000થી નેશનલ હાઇવે પર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ સંચાલિત ટોલ પ્લાઝા પર યુઝર ફી તરીકે 1.44 લાખ કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી છે.


Hydrogen Train : 110km ની સ્પીડ, 8 કોચ, કેવી હશે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન