નવી દિલ્લીઃ ભારત સરકારે ગુજરાતમાં કોરોનાની રસી બનાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સિન બનાવવાની મંજૂરી આપી હોવાનું જણાવ્યું છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહિલાઓને આપશે મોટી ભેટ, મહિલાને શું થશે મોટો ફાયદો ?
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગરીબો માટે એલપીજી ગેસ માટે નવી યોજના લૉન્ચ કરવાના છે. આજે પીએમ મોદી ગરીબો માટે ફ્રીમાં એલપીજી કનેક્શન માટે ઉજ્જવલા યોજનાની બીજે એડિશન લૉન્ચ કરશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જવલા 2.0ને લોન્ચ કરવાના છે. તેઓ ઉત્તર પ્રદેશના મહોબામાં લાભાર્થીઓ વચ્ચે એલપીજીના કનેક્શનનું વિતરણ કરશે. આ કાર્યક્રમ આજે બપોરે 12.30એ શરુ થશે.સરકાર ઉજ્જવલા યોજના લૉન્ચ કરીને ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પોતાનો હાથો મજબૂત કરવા અને મતદારોને લોભાવવાની કોશિશ કરશે. પીએમ મોદીએ અગાઉ ઉજ્જવલાની નેક્સ્ટ એડિશન સ્કીમ વર્ષ 2016માં ઉત્તરપ્રદેશના બાલિયા જિલ્લામાં અમલમાં મુકી ચૂક્યા છે. આ યોજના અંતર્ગત સરકારનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા લોકોને સહાય કરવાનો છે. ઉજ્જવલા યોજનાને ખાસ કરીને ઘરમાં મહિલાઓને ચૂલા ફંકવાથી રાહત આપવા માટે બનાવવામાં આવી છે. ઉજ્જવલા યોજનાથી અત્યાર સુધી દેશમાં 91 ટકા મહિલાઓ એલપીજી સિલીન્ડર રિલિફ કરવાવવાનો લાભ લઇ રહી છે, અને આનો મોટો ફાયદો લૉકડાઉન સમયમાં લોકોને મળ્યો છે. ઉજ્જવલા યોજનાને ખાસ કરીને ઘરમાં મહિલાઓને ચૂલા ફંકવાથી રાહત આપવા માટે બનાવવામાં આવી છે. ઉજ્જવલા યોજનાથી અત્યાર સુધી દેશમાં 91 ટકા મહિલાઓ એલપીજી સિલીન્ડર રિલિફ કરવાવવાનો લાભ લઇ રહી છે, અને આનો મોટો ફાયદો લૉકડાઉન સમયમાં લોકોને મળ્યો છે. રિપોર્ટ પ્રમાણે એલપીજી સિલીન્ડરનો ખર્ચો લગભગ 8.3 કરોડ લાભાર્થીઓને સીધો તેમના બેન્ક ખાતામાં પાછો ટ્રાન્સફર મળ્યો છે, અને રિફિલિંગના સ્પેશ્યલ પેકેજ સતત જુન સુધી ચાલુ રહ્યું હતુ.