નવી દિલ્લીઃ નોટબંધીને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓને હળવી કરવા માટે મોદી સરકાર આગામી સામાન્ય બજેટમાં એક ખાસ પ્રસ્તાવ લાવવા જઇ રહી છે. આગામી સામાન્ય બજેટમાં દેશના તમામ લોકોને ઘર આપવા માટે સ્કીમ હાઉસિંગ ફોર ઓલને મજબૂતી આપવા સરકાર નવી સ્કીમ લાવી શકે છે.
જેમાં 50 લાખ રૂપિયાથી ઓછી કિંમતના ઘર ખરીદનારા લોકો માટે છ કે સાત ટકા પર લોનની સ્કીમ લાવવામાં આવી શકે છે. જોકે, આ સ્કીમમાં એવા લોકોને લોન આપવામાં આવશે જે પ્રથમવાર ઘર ખરીદી રહ્યા છે.
બીપીએલ પરિવારને ઘર ખરીદવા માટે આર્થિક મદદ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 2 અને પાંચ લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. સરકારના આ પગલાથી તમામ લોકોને ઘર આપવાની યોજનાને પુરુ કરવામાં મદદ મળશે.
યુકેએફ ફાઉન્ડેશનના મેમ્બર આશિષ પાંડે જણાવ્યું કે મોદી સરકારનું આગામી બજેટ ઘણુ મહત્વનું રહેશે. આ બજેટમાં અનેક યોજનાઓ હશે જે સામાન્ય લોકોને મદદરૂપ થશે.