નોટબંધી: આજે સંંસદમાં વિપક્ષના હોબાળાના એંધાણ, રાજ્યસભામાં રજૂ થઈ શકે મની બિલ
abpasmita.in
Updated at:
30 Nov 2016 08:31 AM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: નોટબંધી મામલે આજે પણ સંસદમાં હોબાળાની શક્યતા છે. સાથે જ આજે રાજ્યસભામાં મહત્વપૂર્ણ મની બિલ પણ રજૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે સરકાર નોટબંધીના નિર્ણય બાદ અધોષિત આવકને બેંકમાં જમા કરાવવા પર લગાવેલા કરો સંબંધિત એક મહત્વપૂર્ણ બિલને લોકસભામાં પસાર કર્યું હતું. હોબાળાને કારણે આ બિલ લોકસભામાં વગર ચર્ચાએ પસાર કરવામાં સરકારને સફળતા મળી હતી. આ બિલને મની બિલના રૂપમાં રજૂ કરવા સામે વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. વિપક્ષનું કહેવુ છે કે, આવું કરીને સરકાર રાજ્યસભાના અધિકારોને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે રાજ્યસભામાં હોબાળાની શક્યતા પણ જોવાઈ રહી છે. તો આજે લોકસભામાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ હાજર રહી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -