રાંચી: ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ  અને ગૃહ મંત્રી અમિત શાહે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે.  ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું ચાર મહિનાની અંદર અયોધ્યામાં રામ મંદિર બનવા જઇ રહ્યું છે.


અમિત શાહે કહ્યું, કૉંગ્રેસનાં નેતા અને વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં કહેતા હતા કે અત્યારે કેસ ના ચલાવો, કેમ ભાઈ? તમારા પેટમાં કેમ દુ:ખી રહ્યું છે?' કૉંગ્રેસ પર મંદિર કેસમાં રોડું બનવાનો આરોપ લગાવતા અમિત શાહે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો સમય પણ જણાવી દીધો હતો. અમિત શાહે કહ્યું સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. ચાર મહિનાની અંદર આકાશ આબંતુ ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બનવા જઇ રહ્યું છે.

અમિત શાહે મુખ્યમંત્રી રઘુબર દાસ સરકારની પ્રશંસા કરતા કહ્યું કે ઝારખંડમાં જબરદસ્તીથી ધર્મપરિવર્તન મોટો મુદ્દો હતો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ રઘુબર દાસે બળજબરીપૂર્વક થતા ધર્માંતરણને બંધ કરીને આદિવાસીઓની સહાયતા કરવાનું કામ કર્યું છે.