ચૂંટણીના એફિડેવિટમાં જણાવ્યા અનુસાર, આદિત્ય ઠાકરે પાસે 10 કરોડ 36 લાખ 15,218 કરોડ રૂપિયાની એફડી છે. તે સિવાય 20 લાખ 39 હજાર રૂપિયાના બોન્ડ શેર છે. તેમની પાસે એક બીએમડબલ્યૂ કાર પણ છે જેની કિંમત 6 લાખ 50 હજાર રૂપિયા છે. 64 લાખ 64,075 રૂપિયાના ઘરેણા છે જ્યારે 10 લાખ 22 હજાર રૂપિયાની બીજી સંપત્તિ છે. તેમણે પોતાની આવકનો સ્ત્રોત બિઝનેસ હોવાનું કહ્યું છે.
એફિડેવિટમાં આદિત્ય ઠાકરેએ કહ્યુ કે, તેના હાથમાં 30 હજાર રૂપિયા રોકડા છે. આદિત્યનું રોકાણ લગભગ સાડા 20 લાખ રૂપિયા છે. આ રીતે આદિત્ય પાસે કુલ 11 કરોડ 38 લાખ 5 હજાર 258 રૂપિયાની ચલ સંપત્તિ છે.
જ્યારે અચલ સંપત્તિની વાત કરવામાં આવે તો તેની પાસે કુલ 4 કરોડ 67 લાખ 6 હજાર 914 રૂપિયાની સંપત્તિ છે. આદિત્ય ઠાકરેએ પોતાની એફિડેવિટમાં આ જાણકારી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના ના કોઇ લોન છે ના કોઇ ગુનાહિત કેસ છે.
ઉમેદવારીપત્રક ભરતા અગાઉ આદિત્ય ઠાકરેએ મુંબઇમાં મોટો રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રોડ શો દરમિયાન આદિત્યએ કહ્યું કે, લોકોને પ્રેમ જોઇને ખુશી થઇ રહી છે અને પ્રજા અમારી સૌથી મોટી તાકાત છે. સાથે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ફડણવીસે ફોન પર તેને આશીર્વાદ આપ્યા છે.