નવી દિલ્હીઃ કુલભૂષણ જાધવ મામલા પર આઇસીજેમાં ભારતની મોટી જીત થઇ છે. નેધરલેન્ડના હેગ સ્થિત આઇસીજેએ પાકિસ્તાનને કહ્યું છે કે તે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજાની સમીક્ષા કરે. આઇસીજેના કાનૂની સલાહકાર રીમા ઉમરે કહ્યું કે, 15-1થી ભારતના પક્ષમાં આ ચુકાદો આવ્યો છે કે ભારતને કુલભૂષણ જાધવ મામલા પર કોન્સુલર એક્સેસ આપવામાં આવશે.


આઈસીજેના ફેંસલા પર પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, હું કુલભૂષણ જાધવ મામલે આઈસીજેના ફેંસલાનું દિલથી સ્વાગત કરું છું. આ ભારત માટે ખૂબ મોટી જીત છે. હું આંતરરાષ્ટ્રીય ન્યાયલય સમક્ષ જાધવનો મામલો લઈ જવાની અમારી પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું.


સુષમા સ્વરાજે અન્ય ટ્વિટમાં કહ્યું, હું હરિશ સાલ્વેને આઈસીજે સમક્ષ ભારતના મામલાને ખૂબ પ્રભાવશાળી રીતે અને સફળતાપૂર્વક રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું. મને આશા છે કે આ ફેંસલાની કુલભૂષણ જાધવના પરિવારના સભ્યોને ખૂબ વધારે જરૂર હતી.