નવી દિલ્હીઃ દિલ્હીના માયાપુરી વિસ્તારમાં મંગળવારે સાંજે ટ્રાફિક પોલીસની સાથે ગેરવર્તણૂંકનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યા મુજબ, સ્કૂટી પર સવાર મહિલા ટ્રાફિક પોલીસકર્મીને ધક્કો મારતી અને ગાળો આપતી નજરે પડી છે. ત્યાંથી પસાર થતાં લોકોએ જ્યારે મહિલાને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે આવું વર્તન કરતાં રોકી તો તેણે લોકોને પણ ગાળો ભાંડી હતી. દિલ્હી પોલીસના ટ્રાફિક પોલીસમાં તૈનાત એએસઆઈ સુરેંદરની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે સ્કૂટી સવાર મહિલા માધુરી અને અનિલ કુમાર પાંડેની ધરપકડ કરી હતી.


મંગળવારે સાંજે 7 કલાક આસપાસ દિલ્હી ટ્રાફિક પોલીસે સ્કૂટી ચાલક માધુરી અને અનિલ કુમાર પાંડેને હેલ્મેટ વગર સ્કૂટી ચલાવવા અને રેડ લાઇટ પર ઝીબ્રા ક્રોસિંગથી આગળ ઉભા રહેવા માટે રોક્યા હતા. જે બાદ તેને લાયસન્સ બતાવવા કહ્યું હતું. જે બાદ સ્કૂટી પર પાછળ બેસેલી માધુરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા છતાં પોલીસ સાથે ગેરવર્તણૂંક કરવા લાગી. અનિલ અને માધુરી બંને નશામાં હતા.


વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓને મળી શકે છે તક, જાણો કોણ કોણ છે દાવેદાર

વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની, ટીમ ઈન્ડિયાને આ રીતે કરશે મદદ, જાણો વિગત