Greater Noida Student Murder News:    ગ્રેટર નોઈડામાં ડબલ મર્ડર કેસથી ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ગ્રેટર નોઈડાના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શિવ નાદર યુનિવર્સિટીમાં બની હતી. અહીંની શિવ નાદર યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ પહેલા તેની સાથે ભણતી વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરી દીધી અને પછી પોતાને ગોળી મારી દીધી. બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને માહિતી મળતાં જ દાદરી કોતવાલી વિસ્તારમાં હંગામો મચી ગયો હતો અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગ્યો હતો.    


મળતી માહિતી મુજબ  વિદ્યાર્થીની કાનપુરની રહેવાસી હતી અને વિદ્યાર્થી અમરોહાનો રહેવાસી હતો. આ સમગ્ર ઘટના આજે ગુરુવાર (18 મે) બપોરની છે. અહીં એક વિદ્યાર્થીએ તેની સાથે ભણતી એક છોકરીને છાતીમાં ગોળી મારી દીધી, જેના પછી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. આ પછી વિદ્યાર્થીએ પોતાના લમણે પિસ્તોલ રાખીને આત્મહત્યા  કરી લીધી હતી.    







બીજી તરફ આ બાબતને લઈને ડીસીપી ગ્રેટર નોઈડા સાદ મિયાં ખાને જણાવ્યું કે  આજે 18 મેના રોજ થાણા દાદરીના વિસ્તારમાં શિવ નાદર યુનિવર્સિટીમાં બીએ સોશિયોલોજી ત્રીજા વર્ષમાં એક સાથે અભ્યાસ કરતા અનુજ પુત્ર લોકેશ સિંહ  ગામ સોનગઢ માફી પોલીસ સ્ટેશન મંડી ઘનૌરા જનપદ અમરોહા અને સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ  બંનેએ ડાઈનિંગ હોલ સામે થોડીવાર વાતો કરી. આ પછી તેઓ  ગળે મળ્યા અને અનુજે યુવતીને પિસ્તોલથી ગોળી મારી દીધી. જેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.   


 
વિદ્યાર્થીએ રૂમમાં જઈને પોતાને ગોળી મારી  


પોલીસે જણાવ્યું કે અનુજે બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 328માં પોતાને ગોળી મારી દીધી હતી. જેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બંનેના સંબંધીઓને જાણ કરવામાં આવી રહી છે. અનુજ અને મૃતક વિદ્યાર્થી ભૂતકાળથી એકબીજાના સારા મિત્રો હતા, જેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ફીલ્ડ યુનિટને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે, સ્થળને પીળી ટેપથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.