શ્રીનગરઃ ભારતની સરહદો પરથી રોજ નવા નવા અને હિંસાના સમાચાર સામે આવે છે. હવે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યાના સમાચાર છે. પાકિસ્તાને આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ફાયરિંગ શરૂ કરી દીધુ છે, એલઓસી પર ફાયરિંગથી એક મહિલા પણ ઘાયલ થઇ છે.
સેનાના અધિકારીએ જણાવ્યુ કે, બુધવારે રાત્રે સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની એક ઘટના અંતર્ગત પાકિસ્તાની સેનાએ તંગધાર સેક્ટરમાં (ઉત્તરીય કાશ્મીરના કુપવાડા જિલ્લામાં) એલઓસી પરના વિસ્તારોમાં પર આવેલા ગામોને નિશાન બનાવ્યા હતા. અધિકારી અનુસાર, હજીતરા ગામની એક મહિલા પાકિસ્તાની ફાયરિંગમાં ઘાયલ થઇ ગઇ છે, તેને હૉસ્પીટલમાં ખસેડવામાં આવી છે અને તેની હાલત સ્થિર છે.
સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘનની એક અન્ય ઘટના પણ સામે આવી છે. પાકિસ્તાને કુપવાડાના નૌગામ સેક્ટરમાં એલઓસી નજીકના વિસ્તારોમાં મોર્ટાગ છોડ્યા અને સાથે સાથે ફાયરિંગ પણ કર્યુ છે.
જમ્મુમાં રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવિન્દ્ર આનંદ અનુસાર, પાકિસ્તાને પહેલા ગુરુવારે સવારે 11 વાગે પુંછ જિલ્લાના કસ્બા સેક્ટરમાં ફાયરિંગ કર્યુ, પાક સેનાએ નાના હથિયારો અને મોર્ટારથી સેનાની ચોકીઓને નિશાન બનાવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને તોડ્યુ સીઝફાયર, ફાયરિંગમાં એક મહિલા ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2020 09:27 AM (IST)
સેનાના અધિકારીએ જણાવ્યુ કે, બુધવારે રાત્રે સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની એક ઘટના અંતર્ગત પાકિસ્તાની સેનાએ તંગધાર સેક્ટરમાં (ઉત્તરીય કાશ્મીરના કુપવાડા જિલ્લામાં) એલઓસી પરના વિસ્તારોમાં પર આવેલા ગામોને નિશાન બનાવ્યા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -