નવી દિલ્હીઃ ઇમ્ફાલ જિલ્લામાં મણિપુર વિધાનસભા પરિસર બહાર એક ક્લબ નજીક હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ પોલીસ હુમલાખોરોને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આ મહિને થયેલા એક આઇઇડી વિસ્ફોટમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં ચાર પોલીસ જવાન અને એક નાગરિક સામેલ છે.


એક રિપોર્ટ અનુસાર, ગ્રેનેડ હુમલામાં ઘાયલોને હોસ્પિટલ લઇ જવાયા હતા. હુમલા બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો હતો. નોંધનીય છે કે આ અગાઉ તેલીપાટી વિસ્તારમાં એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ બીએસએફ જવાન ઘાયલ થયા હતા.