નવી દિલ્લી: દિલ્લીમાં ગેસ્ટ ટીચરોને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભેંટ આપી છે. હવે ગેસ્ટ ટીચરોના વેતનના રૂપમાં મળનાર 17થી 20 હજાર રૂપિયાની જગ્યાએ 32થી 34 હજાર રૂપિયા મળશે.


સીએમ અરવિંદ કેજરીવાલે આજે બે મોટા નિર્ણય લીધા છે. જેમાં સૌથી મોટો નિર્ણય ગેસ્ટ ટીચરોના વેતનનો છે, ગેસ્ટ ટીચરોને હાલ 17થી 20 હજારનો પગાર મળે છે. પરંતુ તેને વધારીને બેગણો કરી દેવામાં આવ્યો છે, હવે તેને 32થી 34 હજાર વેતન મળશે. જ્યારે બીજી બાજુ કેજરીવાલ સરકારે સસ્તા ગલ્લાની દુકાનો એટલે કે પીડીએસમાં થનાર ચોરીને રોકવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી રાશનની ચોરી રોકાઈ જશે.