નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. જેને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં 3 મે સુધી શું બંધ રહેશે. આ ઉપરાંત નીચે આપવામાં આવેલા યાદી છે તે લોકોને જલ્દી છૂટ આપવામાં આવશે તેવી સંભાવના છે.
ફોર વ્હીલરમાં બે અને ટુ વ્હીલરમાં એક વ્યક્તિને મુસાફરી કરવાની મંજૂરી
સરકારે જણાવ્યું હતું કે, ઈમરજન્સી સમયે ફોર વ્હીલર ગાડીમાં ડ્રાઈયર સિવાય એક વ્યક્તિને બેસવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે ટૂ વ્હીલર પર ફક્ત એક જ વ્યક્તિને મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે. કોરોન્ટાઈનનું ઉલ્લંઘન કરવા પર આપીસી 188નો કેસ દાખલ કરવામાં આવશે.
કોને મળશે મંજૂરી?
- આઈટી કંપની 50 ટકા કર્મચારીઓની સાથે કામ કરી શકે છે.
- ઈ-કોર્મસ કંપનીઓને પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.
- કુરિયર સેવાઓને કામ કરવાની મંજૂરી મળશે.
- લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે હોટલ અને લોજ ખુલ્લી રહેશે.
- ઈલેક્ટ્રિશિયન અને પ્લંમ્બરને કામ કરવાની મંજૂરી મળશે.
- વાહન મિકેનિકલ અને કાર પેન્ટરને પણ કામન કરવાની મંજૂરી મળશે.
- SEZમાં ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે.
- ગામડાઓમાં રસ્તા અને બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપવામાં આવશે.
સરકારે જે વિસ્તારોમાં છૂટની જાહેરાત કરી છે ત્યાં 20 એપ્રિલ બાદ જ છૂટ મળશે. જોકે આ અઠવાડિયામાં એવી જગ્યાને નક્કી કરવામાં આવશે જે કોરોના હોટસ્પોટ નથી અથવા તે જગ્યા હોટ સ્પોટ બનવાની સંભાવના પણ નથી. ત્યાર બાદ આ વિસ્તારોમાં લોકોને કામ કરવાની મંજૂરી મળશે. એટલે હાલ એક અઠવાડિયા સુધી લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે.
Lockdown Part-2ને લઈને સરકારે જાહેર કરી ગાઈડલાઈન, કોને-કોને જલ્દી મળી શકે છે છૂટ? આ રહ્યું લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2020 11:29 AM (IST)
સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -