નવી દિલ્હીઃ આજે ઉત્તરપ્રદેશમાં રામ જન્મ ભૂમિ અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર નિર્માણની આધારશિલા મુકશે. ત્યારબાદ રામ મંદિર નિર્માણનુ કાર્ય શરૂ કરી દેવામાં આવશે. વળી, રામ મંદિર કેવી રીતે બનીને તૈયાર થશે, આની ઇંટ આજથી 31 વર્ષ પહેલા ગુજરાતના આર્કિટેક્ટ મુકી દીધી હતી.


ખરેખરમાં, ગુજરાતના ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાએ આજથી 31 વર્ષ પહેલા રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. ગુજરાતના આર્કિટેક્ટ ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાએ જણાવ્યુ કે, અશોક સિંઘલ તેમને અયોધ્યા લઇને ગયા હતા, અને અશોક સિંઘલે તેમને મંદિર બનાવવા માટે ડિઝાઇન તૈયાર કરવાનુ કહ્યુ હતુ.

મંદિરની ભવ્ય ડિઝાઇન અને મંદિર બનવાને લઇને વીએચપીનું કહેવુ છે કે, ડિઝાઇન બહુ પહેલા તૈયાર થઇ ચૂકી છે, અને હવે તે પ્રમાણે મંદિર બનાવવા માટે પથ્થરોનુ કામ પણ શરૂ થઇ ગયુ છે.



વિશ્વ હિન્દી પરિષદે 31 વર્ષ પહેલા ગુજરાતના આર્કિટેક્ટ ચંદ્રકાન્ત ભાઇ સોમપુરા પાસે રામ મંદિરનુ મૉડલ બનાવડાવ્યુ હતુ. ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાએ એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરીને જણાવ્યુ કે, તેમને જે ડિઝાઇન બનાવી છે, તેવુ જ મંદિર બનવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગી શકે છે.

તેમને જણાવ્યુ કે મંદિર નાગર શૈલીનુ છે, આની લંબાઇ 270 ફૂટ છે, મંદિર 145 ફૂટ પહોળુ છે અને 145 ફૂટ ઉંચુ છે. ગર્ભગૃહ, ચૌકી, સીતા મંદિર, લક્ષ્મણ મંદિર, ભરત મંદિર, અને ગણેશ મંદિર છે. ચાર દ્વારા છે. કથાકુંજ, સ્ટાફનો રૂમ વગેરે પણ બનાવવામાં આવ્યુ છે.



ચંદ્રકાન્ત ભાઇ સોમપુરાનું કહેવુ છે કે 31 વર્ષ પહેલા તેને પોતાના પગથી જમીન માપી હતી, અને તેના આધાર પર મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી. તેમનુ કહેવુ છે કે મંદિર બનવામાં ત્રણ વર્ષ લાગશે. આ મંદિર અન્ય મંદિરોથી અલગ હશે, અષ્ટકોણીય મંદિર હશે.