આજે ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)ના સ્થાપક અને ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ટ્વિટ કરીને હેમંત સોરેનને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું કે “આજનો દિવસ ઐતિહાસિક હશે, દેશને નવો સંદેશ મળશે જેના પડઘા દુર દુર સુધી સંભળાશે. અમારી શુભકામના.” જેનો જવાબ આપતા હેમંત સોરેને લખ્યું કે ધન્યવાદ છોટુભાઈ વસાવા.
હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ સામેલ થશે. કાર્યક્રમમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, એમક સ્ટાલીન, હરિવંશ, જીતન રામ માંઝીની સહમતી મળી ગઈ છે. આ સિવાય કૉંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.