નાસિક: નાસિકમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કરવામાં આવતા લોકોમાં ગુસ્સો ભડક્યો હતો. મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે રેપ નથી થયો માત્ર રેપની કોશિશ કરવામાં આવી હતી, આ નિવેદનને લઈને લોક ભડકી ઉઠ્યા હતા, અને રોડ પર ઉતરી આવ્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ કરી પ્રર્દશન કર્યુ હતું.
ગુસ્સે ભરાયેલા લોકોએ મુંબઈ-આગ્રા હાઈવે પર ટ્રાફિક જામ કર્યો હતો, જેમા કારણે 5 કલાક સુધી આ રૂટ બંધ રહ્યો હતો. અલગ-અલગ જગ્યા પર 5 બસોમાં આગ લગાડવામાં આવી હતી. પ્રર્દશનકારીઓ પર કાબૂ મેળવવા માટે આરપીએફ બોલાવાની ફરજ પડી હતી. લોકોના ટોળાએ આઈજી વિનોદ ચોબેની ગાડીને નિશાન બનાવી હતી. ગાડી પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી દેવેંદ્ર ફડનવીસે કહ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને તેના પર ફરિયાદ દાખલ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ શાંતિની અપિલ કરી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનું આશ્વાસન આપ્યું હતું.