નવી દિલ્હીઃ દિલ્હીના અક્ષરધામ મંદિર પાસે રવિવારે સવારે ગુંડાઓ  અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. વાસ્તવમાં સવારે લગભગ 11 વાગ્યે દિલ્હી પોલીસની વાન પર કાર સવાર ગુંડાઓએ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. રિપોર્ટ અનુસાર, અક્ષરધામ પાસે દિલ્હી પોલીસે જ્યારે કારમાં સવાર ગુંડાઓને રોકવાનું કહ્યું તો તેમણે પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી.


રિપોર્ટ અનુસાર, પોલીસની કાર્યવાહીથી ડરીને ગુંડાઓ અક્ષરધામથી ગીતા કોલોની તરફ ભાગી ગયા હતા. દિલ્હી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે દિલ્હી-એનસીઆરમાં ગુંડાઓ અને પોલીસ વચ્ચે અથડામણની ખબરો સામે આવતી રહે છે. શુક્રવારે જ દિલ્હીના દ્ધારકાના જાફરપુર કલા વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણમાં ત્રણ ગુંડાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં નંદૂ ગેંગના એક ગુંડાઓને ગોળી મારી દીધી હતી.