ગુરદાસપુર: બટાલામાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મળ્યા પછી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબ માટે તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પગમાં પડશે, પરંતુ છતાં તે નહીં માન્યા તો હું છીનવીને પંજાબનો હક્ક મેળવીશ.


અગાઉ કેજરીવાલના કાર્યક્રમ સ્થળ સુધી જવાના રસ્તે કોંગ્રેસી કાર્યકર્તાઓ સવારથી ઉભા રહ્યા હતા. જેવો કેજરીવાલનો કાફલો ત્યાંથી પસાર થયો કે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ગો બેકના નારા લગાવ્યા હતા. કોંગ્રેસીઓએ કહ્યું કે કેજરીવાલ પંજાબમાં આવીને અહીંનો માહોલ ખરાબ કરી રહ્યા છે. તેમને આમ આદમી પાર્ટીને આમ આશિક પાર્ટી તરીકે ગણાવી હતી. તે વખતે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કેજરીવાલના કાફલો શાંતિથી પસાર થાય તે માટે કોંગ્રેસ કાર્યકર્તાઓને ત્યાંથી દૂર ખસેડ્યા હતા.

કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ- અકાલી અને ભાજપા અંદરો અંદર મળેલા છે. આ પક્ષોના એંજડામાં પંજાબનો વિકાસ નથી, પરંતુ લોકોને મુર્ખ બનાવીને અહીં રાજ કરવાનો તેમનો ઉદ્દેશ્ય છે. તેમને કાર્યકર્તાઓને એકજૂથ બનાવી રાખવા ચૂંટણી માટે ભેગા થવા કહ્યું છે.