બે મહિલાઓ પર દુષ્કર્મ ગુજારવાના મામલે 20 વર્ષ જેલની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાનાં ચીફ ગુરમીત રામ રહીમને તેની બીમાર માતાને મળવા માટે પેરોલ મળ્યા છે. જેલનાં વરિષ્ઠ અધિકારી દ્વારા શુક્રવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, અધિકારીએ એ કહેવાનો ઇનકાર કર્યો કે કેટલા દિવસથી ગુરમીત રામ રહીમને જેલમાંથી રજા આપવામાં આવી છે. જેલ અધિકારીએ કહ્યું, ‘અમે સાંજ સુધીમાં માહિતી શેર કરીશું. દરેક જેલનાં કેદીને પેરોલ લેવાનો અધિકાર છે અને વહીવટ અને પોલીસનો પ્રતિસાદ મળતા રામ રહીમને રજા આપવામાં આવે છે. ગયા વર્ષે પણ અમે તેને એક દિવસની પેરોલ આપી હતી. મળતી માહિતી મુજબ રામ રહીમે ચાર દિવસ પેરોલ માંગ્યો હતો. થોડા દિવસો પહેલા ગુરમીત રામ રહીમ વિશે એક સમાચાર આવ્યા હતા કે તેમને જેલમાં શ્વાસ લેવામાં તકલીફ છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે, હોસ્પિટલમાં, તેમણે ડોકટરોને કોરોના ચેક કરવા દેવાની ના પાડી દીધી છે.




રામ રહીમે પોતાની માતની બીમારીના સંબંધમાં જેલ અધિકારીઓ સામે કેટલાક દસ્તાવેજ રજૂ કર્યા હતા. આ પહેલા જેલ અધિકારીઓએ કહ્યું કે ડેરા પ્રમુખે પોતાની બીમાર માતા નસીબ કૌરને  મળવા માટે 21 દિવસના પેરોલ માંગ્યા હતા.


સુનારિયા જેલના અધીક્ષક સુનીલ સાંગવાને ફોન પર સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, પેરોલની અરજી દાખલ કર્યા બાદ અમે આ સંબંધમાં હરિયાણા પોલીસને પત્ર લખી તેમની પાસે એનઓસી માંગી હતી.


ડેરા સચ્ચા સૌદાનાં ચીફ ગુરમીત રામ રહીમ 2017 થી જેલમાં છે. રામ રહીમને જાતીય અત્યાચાર, પત્રકારની હત્યા બદલ સજા ફટકારવામાં આવી હતી. આ પહેલા પણ ઘણી વાર રામ રહીમે પેરોલ માટે અરજી કરી હતી, પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો, પરંતુ હાલમાં તેની માતાની સારવાર ચાલી રહી છે તેની માતાને 48 કલાકનાં કસ્ટોડિયલ પેરોલ પર છૂટા કરવામાં આવ્યા છે.