હાજીપુરઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં પોલીસ કર્મીઓની ટીકટોક વીડિયો વાયરલ થયા હતા. જેના કારણે પોલીસ વડાએ કડક પગલા લેવા પડ્યા હતા. આ દરમિયાન બિહારના હાજીપુરમાં ટીકટોક વીડિયો બનાવતી વખતે એક સ્ટુડન્ટનું મોત થયું છે.
12મા ધોરણમાં ભણતો વિવેક સિંહ તેના મિત્રો સાથે વહેલી સવારે રેલવે ટ્રેક પર દોડતી વખતે ટીકટોક વીડિયો બનાવી રહ્યો હતો. તે સમયે સામેથી ધસમસતી આવતી ટ્રેનની અડફેટમાં આવી જવાથી તેનું મોત થયું હતું. ટ્રેનની ટક્કરથી વિવેક લોહીલુહાણ થઈ ગયો હતો અને ટ્રેક પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
હાજીપુરના બાગમલીનો રહેવાસી વિવેક તેના મિત્રો સાથે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો અને લગભગ દરરોજ વિવિધ ટીકટોક વીડિયો બનાવી અપવોડ કરતો હતો. સંજોગવશાતે દુર્ઘટનાના એક દિવસ પહેલા વિવેકે ખુદના મોતનો અને મિત્રો રડતા હોય તેવો વીડિયો અપલોડ કર્યો હતો.
વિવેકના મોતથી તેના ઘરમાં માતમ છવાઈ ગયો હતો. આ પહેલા પણ બિહારના દરભંગા જિલ્લામાં ટીકટોક વીડિયો બનાવવા પૂરના પાણીમાં ખતરનાક સ્ટંટ કરતી વખતે એક યુવકનું મોત થયું હતું.
બિહારમાં TikTok વીડિયો બનાવવાનું યુવકને પડ્યું ભારે, આ રીતે થયું મોત, જાણો વિગતે
abpasmita.in
Updated at:
30 Jul 2019 06:20 PM (IST)
12મા ધોરણમાં ભણતો વિવેક સિંહ તેના મિત્રો સાથે વહેલી સવારે રેલવે ટ્રેક પર દોડતી વખતે ટીકટોક વીડિયો બનાવી રહ્યો હતો. તે સમયે સામેથી ધસમસતી આવતી ટ્રેનની અડફેટમાં આવી જવાથી તેનું મોત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -