કોરોના મહામારીના કારણે આ વખતે હંમેશાની જેમ બજેટના દસ્તાવેજો છાપવામાં નહીં આવે. તેની જગ્યાએ આ વખતે સાંસદોને બજેટ દસ્તાવેજ ડિજિટલ સ્વરૂપે આપવામાં આવશે. આ પહેલા દરવખત બજેટના દસ્તાવેજોનું પ્રકાશન કરવામાં આવતા હતું. આ પહેલીવાર છે જ્યારે દસ્તાવેજોનું પ્રકાશન નહીં કરવામાં આવે.
નાણામંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે, આ એક અભૂતપૂર્વ પહેલ હેઠળ કેન્દ્રી બજેટ 2021-22 પહેલીવાર ડિજિટલ તરીકે લોકોને મળશે. બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે. નાણાંમંત્રી સિતારમણે યુનિયન બજેટ મોબાઈલ એપ લોન્ચ કરી છે જેથી. સાંસદો અને સામાન્ય લોકોને કોઈ પણ મુશ્કેલી વિના ડિઝિટલ રીતે બજેટના દસ્તાવેજ મળી શકે.