હેન્ડ સેનેટાઈઝર કોવિડ-19 વિરૂદ્ધ સાવચેતીના ભાગરૂપે એક અભિન્ન ભાગ બની ગયું છે. વાયરસને પ્રસારને રોકવા માટે હાથને સ્વચ્છ રાખવાનું જરૂરી બની ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કેટલીક ટિપ્સ શેર કીર છે અને કહ્યું છે કે, આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરતાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.


આલ્હોકોલ આધારિત હેન્ડ સેનેટાઈઝર કેટલું ઉપયોગમાં લેવું ?


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ છે કે થોડું સેનેટાઈઝ હાથના તમામ ભાગમાં આવી જાય એ રીતે લગાવો. પોતાના હાથને એક સાથે જ યોગ્ય રીતે સેનેટાઈઝર સુકાય જાય ત્યાં સુધી લગાવતા રહો. પૂરી પ્રક્રિયા 20-30 સેકન્ડ સુધી ચાલવી જોઈએ.


શું આલ્કોહોલવાળું સેનેટાઈઝરનો ઉપયોગ સુરક્ષિત છે ?


WHOએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે, “સેનેચટાઈઝરમાં આલ્કોહોલ કોઈપણ પ્રાસંગિત સ્વાસ્થ્ય મુદ્દાને બનાવવા માટે બતાવવામાં નથી આવ્યું. આલ્કોહોલની થોડી જ માત્રા ચામડીમાં શોષાય છે. મોટાભાગની પ્રોડક્ટ્સમાં ચામડીને સૂકાઈ જતી અટકાવવા માટે અસરકાર હોય છે.”






તમે કેટલી વખત હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકો છો?


નિષ્ણાંતોએ પણ હાથ ધોવા માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. વારંવાર હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવું પણ સુરક્ષિત છે. આલ્કોહોલવાળા સેનેટાઈઝર એન્ટીબાયોટિક પ્રતિકાર ઉત્પન્ન નથી કરતું.


શું સામૂહિક હેન્ડ સેનેટાઈઝરની બોટલને અડવાથી તમને ચેપ લાગશે ?


WHOનું કહેવું છે કે, “જ્યારે તમે એક વખત તમારા હાથને સેનેટાઈઝ કરી લો, ત્યારે તમે તેને રોગથી ડિસઇન્ફેક્ટ કરી લીધા છે જે બોટલ પર હોઈ શકે છે. જો કોઈ સાર્વજનિક જગ્યા પર સેનેટાઈઝરનો ઉપયોગ કરો છો ત્યારે સામુદાયિક સામગ્રી પર ચેપનું જોખમ ઓછું થઈ જાય છે અને દરેક વ્યક્તિને સુરક્ષિત રાખશે.”


વારંવાર હાથ ધોવા અથવા ગ્લવ્સ પહેરવમાંથી શું સારું ?


ગ્લવ્સ પહેરવાથી રોગના પ્રસારનું જોખમ એક જગ્યાએથી બીજી જગ્યા સુધી હોઈ શકે છે. જો તમે ગ્લવ્સ પહેરો છો ત્યારે સુનિશ્ચિત કરો કે તમારા હાથ સેનેટાઈઝ કરેલા હોય. WHOએ કહ્યું છે કે, “ગ્લવ્સ પહેરવું એ હાથની સ્વચ્છતાનું સ્થાન ન લઈ શકે. હેલ્થ કેર્સ વર્કર્સ માત્ર કેટલાક ખાસ કામો માટે જ ગ્લવ્સ પહેરે છે.”