Janmashtami 2021: અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં નંદકુંવરને વધાવવા ભક્તોમાં થનગનાટ

Janmashtami 2021: દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે જન્મ લીધો હતો

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Aug 2021 10:13 PM
નાયબ મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા


નાયબ મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી છે. આપણું ગુજરાત કોરોનામુક્ત થાય તે પણ પ્રાર્થના કરી છે. નીતિન પટેલે કહ્યું કે, આગામી બે ત્રણ દિવસમાં પીએમ મોદી ઇસ્કોનના સ્થાપક સ્વામી પદ્મપાદજીનો સિક્કો બહાર પાડનાર છે. 

સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપૂર

શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો આજે અનોખો સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે.

જન્માષ્ટમીના દિવસે ન કરો આ 6 કામ

  • જન્માષ્ટમીના દિવસે કોઈપણ વ્યક્તિનું અમીર-ગરીબના રૂપમાં અનાદર કે અપમાન ન કરો. લોકો સાથે વિનમ્રતાથી વ્યવહાર કરો. કોઈ સાથે ભેદભાવ ન કરો.

  • શાસ્ત્રો મુજબ, આજે જન્માષ્ટમીના દિવસે ચોખા કે તેનાથી બનેલું ભોજન ગ્રહણ ન કરો. કારણકે ચોખાને ભગવાન શિવનું રૂપ માનવામાં આવ્યું છે.

  • પૌરાણિક માન્યતા મુજબ જન્માષ્ટમીના વ્રતમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાના સમય સુધી અર્થાત રાતે 12 વાગ્યા સુધી વ્રતનું પાલન કરતી વખથે અન્નનું સેવન ન કરો,

  • જન્માષ્ટમીના દિવસે સ્ત્રી-પુરુષ અર્થાત તમામ વ્રતધારીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

  • જન્માષ્ટમી પર ગાયોની પૂજા અને સેવા જરૂર કરો. આમ ન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ નારાજ થાય છે.

  • જન્માષ્ટમીના વ્રતના દિવસે ઘરમાં લસણ, ડુંગળી જેવા તામસી પદાર્થોનો ઉપયોગ ન કરવો જોઈએ.

દિલ્હીમાં જન્માષ્ટમી નિમિત્તે ભક્તો ઉમટ્યા

રાજકોટમાં કોરોના ગાઈડ લાઈન સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા

રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 37 વર્ષથી નિકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ ટુંકાવેલા રુટ પર સિમિત વાહનો સાથે 'નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી'ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.. જેનું આજે સવારે 8 વાગ્યે કિશાનપરા ચોકથી સંતો-મહંતોની હાજરીમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ, સંઘઠનો, રાજકીય પક્ષો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. શોભાયાત્રા દર વર્ષે આશરે 25 કિ.મી.ના રૂટ પર નીકળે છે. પરંતુ સરકારના નિયમોને આધિન આ વખતે આશરે 10 કિ.મી.ના રૂટ પર નીકળી હતી.

અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ થશે ઉજવણી ?

ભગવાન શ્રીકૃષ્ણના જન્મ અને નંદમહોત્સવને લઇ અમદાવાદ શહેરના વિવિધ મંદિરોમાં  તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાડજ હરેકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર, જગન્નાથ મંદિર, કલ્યાણ પુષ્ટિ વૈષ્ણવ હવેલી સહિતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. શહેરના લગભગ તમામ નાના-મોટા મંદિરોમાં જન્માષ્ટમી ઉજવાશે.

જગતમંદિર દ્વારાકમાં 5248મો શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે

 કપરો કોરોનાકાળ હળવો થતાં ભગવાન કાળિયા ઠાકોર શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીનો ઉલ્લાસ  ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે દ્વારકાનાં જગતમંદિરે 5248માં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર પરંપરાગત ઉજવણી થશે.  રાત્રે 12 વાગ્યે પરંપરાગત જન્મ ઉત્સવ ઉજવાશે. જયારે તા.31મીએ પારણા નોમ ઉત્સવ ઉજવાશે.

ભગવાન કૃષ્ણની આપણા બધા પર કૃપા બની રહેઃ રૂપાણી

PM મોદીએ પાઠવી જન્માષ્ટમીની શુભકામના

રાત્રે 12 વાગ્યે કેમ લીધો શ્રીકૃષ્ણએ જન્મ

દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો. તેનું મુખ્ય કારણે ચંદ્રવંશી હતું. ધાર્મિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા. તેમના પૂર્વજ ચંદદેવ હતા અને તે બુધ ચંદ્રના પુત્ર છે. આ કારણે શ્રીકૃષ્ણએ ચંદ્રવંશમાં જન્મ લેવા માટે બુધવારનો દિવસ પસંદ કર્યો હતો. જ્યોતિષીઓ મુજબ રોહિણી ચંદ્રમાની પ્રિય પત્ની અને નક્ષત્ર છે. આ કારણે શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો હતો. ઉપરાંત આઠમની તિથિએ જન્મ લેવાનું પણ એક કારણ હતું. આ તિથિ શક્તિનું પ્રતીક છે. શ્રીકૃષ્ણ શક્તિ સંપન્ન, સ્વયંભૂ અને પરબ્રહ્મા છે તેથી આઠમના દિવસે જન્મ લીધો હતો.   ચંદ્ર રાતે નીકળે છે તેથી તેમણે પૂર્વજોની હાજરીમાં જન્મ લીધો હતો. એમ પણ કહેવાય છે કે ચંદ્ર દેવની ઈચ્છા હતી કે શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમના કુળમાં કૃષ્ણ તરીકે જન્મ લે અને તેઓ તેમના પ્રત્યક્ષ દર્શન કરી શકે. પૌરાણિક કથા મુજબ શ્રીકૃષ્ણના જન્મ સમયે ધરતીથી લઈ આકાશ સુધીનું સમગ્ર વાતાવરણ સકારાત્મક થઈ ગયું હતું. એટલું જ નહીં શ્રીકૃષ્ણએ યોજનાબદ્ધ રીતે મથુરામાં જન્મ લીધો હતો.

બ્રેકગ્રાઉન્ડ

Janmashtami 2021: જન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 30-31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. સાધુ-સંન્યાસ, શૈવ સંપ્રદાયે સોમવાર એટલે કે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવશે. જ્યારે કે વૈષ્ણવ સંપ્રદાયની હવેલી, બેઠક, મંદિરોમાં મંગળવાર એટલે કે 31 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.