Har Ghar Tiranga: ભારતીય પૉસ્ટ વિભાગે દેશભરમાં ફેલાયેલા પોતાના 1.5 લાખ ડાકઘરો (પૉસ્ટ ઓફિસ) દ્વારા 10 દિવસમાં એક કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનુ વેચાણ કર્યુ છે. એક અધિકારિક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. ઇન્ડિયા પૉસ્ટે કહ્યું તમે તમારી નજીકની પૉસ્ટ ઓફિસમાં જઇને ત્યાંથી પૈસા આપીને કે ઓનલાઇન પણ તિરંગો ખરીદી શકો છો. 


25 રૂપિયાના દરે વેચવામાં આવી રહ્યો છે રાષ્ટ્રધ્વજ - 
પૉસ્ટ વિભાગ 25 રૂપિયાના દરે રાષ્ટ્રધ્વજ વેચી રહ્યું છે. પૉસ્ટ વિભાગ પોતાના 1.5 લાખ ડાકઘરોના સર્વવ્યાપી નેટવર્કની સાથે દરેક નાગરિક માટે 'હર ઘર તિરંગા' કાર્યક્રમને સંચાલિત કરી રહ્યું છે. ભારતીય ડાકે 10 દિવસની નાની અવધિની અંદર ડાકઘરોની સાથે સાથે ઓનલાઇન માધ્યમથી એક કરોડથી વધુ રાષ્ટ્રધ્વજનુ વેચાણ કર્યુ છે. 


ઓનલાઇન તિરંગો મંગાવવામાં પણ લોકોનો જોરદાર ઉત્સાહ - 
નિવેદન અનુસાર વિભાગે ઓનલાઇન વેચાણ માટે આખા દેશમાં કોઇપણ એડ્રેસ પર રાષ્ટ્રીય ધ્વજને નિઃશુલ્ક પહોંચાડવાની સુવિધા આપી છે. અત્યાર સુધી નાગરિકોએ ઇ-પૉસ્ટ ઓફિસ સુવિધાના માધ્યમથી અત્યાર સુધી 2.28 લાખથી વધુ રાષ્ટ્રીય ધ્વજને ઓનલાઇન ખરીદી ખરીદી કરી છે. કાલે પણ આને લઇને ઇન્ડિયા પૉસ્ટે એક ટ્વીટ કર્યુ છે. 


પૉસ્ટ ઓફિસમાંથી તિરંગો ઝંડો કઇ રીતે ખરીદી શકો છો. આ માટે ઇન્ડિયા પૉસ્ટે એક ટ્વીટમાં જાણકારી આપી છે. 


જો તમે ઓનલાઇન બુકિંગ કરવા ઇચ્છો છો તો તમારે ઇન્ડિયા પૉસ્ટની વેબસાઇટ પર ઓર્ડર કરવો પડશે.
ઓર્ડર કરવા માટે આ લિંક https://bit.ly/3QhgK3r પર ક્લિક કરો. 
તમારી જાણકારી આપીને લૉગીન કરો. 
'પ્રૉડક્ટ'માં જાઓ અને 'નેશનલ ફ્લેગ' પર ક્લિક કરો અને એડ ટૂ કાર્ટમાં એડ કરો.
હવે 'બાય નાઉ' પર ક્લિ કરો અને મોબાઇલ નંબર નાંખીને OTP મંગાવો. 
હવે 'પ્રૉસીડ ટૂ પેમેન્ટ' પર ક્લિક કરો.
છેલ્લે પોતાનો કૉડ નાંખીને 25 રૂપિયાનુ પેમેન્ટ કરી દો. 
તમારો ઓર્ડર બુક થઇ જશે. 
શરૂઆતમાં એક કસ્ટમરને વધુમાં વધુ 5 ઝંડા જ મળી શકશે. 


આ પણ વાંચો........... 


KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો


Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું


Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં


Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો


Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ


Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત