આ ઘર્ષણ દરમિયાનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક શીખ સુરક્ષાકર્મી જે ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેયની સુરક્ષામાં તૈનાત છે, તેના પર પોલીસ લાઠી ચાર્જ કરતી નજર આવી રહી છે. તે દરમિયાન શીખ સુરક્ષાકર્મી બલવિંદર સિંહની પાઘડી ખુલી જાય છે.
આ મારપીટનો વીડિયો ક્રિકેટર હરભજન સિંહે શેર કર્યો છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે દોષિ પોલીસકર્મી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભાજપ આ ઘટનાને લઈને આક્રમક છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને કહ્યું કે, સુરક્ષાકર્મી બલવિંદર સિંહને પશ્ચિમ બંગાળ પોલીસે રસ્તા પર માર્યો અને તેમની પાઘડીનું અપમાન કર્યું. તે સક્ષમ જવાન છે. તેમણે ઘણા સૈન્ય કોર્સ પણ કર્યા છે. મમતા રાજમાં આવા જાંબાજનું અપમાન દુખદ છે. આવા પોલીસકર્મીને સજા થવી જોઈએ.