નવી દિલ્હીઃ આજે દેશમાં કાતિલ કોરોનાના કેસો એક લાખને પાર કરી ગયા છે, આ સાથે જ ભારત વધુ એક એવા દેશના લિસ્ટમાં સામેલ થઇ ગયો કે જે દેશમાં એક લાખથી વધુ કોરોના સંક્રમિતો હોય.


હાલની સ્થિતિ પ્રમાણે, ભારતમાં 1 લાખ 1139 કોરોના સંક્રમિતો છે, અને 3 હજાર 163 લોકોના મોત થઇ ચૂક્યા છે. જાણો બીજા કયા કયા દેશો આ લિસ્ટમાં સામેલ છે......



આ દેશોમાં કોરોનાના એક લાખથી વધુ કેસો નોંધાઇ ચૂક્યા છે.......
અમેરિકાઃ 15 લાખ 50 હજાર 294 કેસો
રશિયાઃ 2 લાખ 90 હજાર 678 કેસો
સ્પેનઃ 2 લાખ 78 હજાર 188 કેસો
બ્રાઝિલઃ 2 લાખ 55 હજાર 368 કેસો
બ્રિટનઃ 2 લાખ 46 હજાર 406 કેસો
ઇટાલીઃ 2 લાખ 25 હજાર 886 કેસો
ફ્રાન્સઃ 1 લાખ 79 હજાર 927 કેસો
જર્મનીઃ 1 લાખ 77 હજાર 289 કેસો
તુર્કીઃ 1 લાખ 50 હજાર 593 કેસો
ઇરાનઃ 1 લાખ 22 હજાર 492 કેસો

નોંધનીય છે કે, કોરોનાનો પ્રકોપ આખા વિશ્વ પર ફેલાયો છે, દુનિયાભરમાં કોરોના વાયરસથી 48 લાખ 90 હજાર લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, અને 3 લાખ 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. સૌથી મોટી વાત એ છે કે, અમેરિકામાં કોરોનાનો સૌથી વધુ ખતરો છે.