હાર્દિકની ઇમોશન પોસ્ટ
હાર્દિકે સોશિયલ મીડિયા પર પિતા સાથેના કેટલાક ફોટો પોસ્ટ કરતા ઇમોશનલ પોસ્ટ લખી હતી. હાર્દિકે લખ્યું હતું કે, “ પિતાજી હવે આપ નથી આ દુનિયામાં તે સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ છે. મારું મન એ સ્વીકારવા તૈયાર નથી કે, મારા પિતા, મારા હિરો તેની જિંદગીની જંગ હારી ગયા છે અમે મારી સાથે નથી, જો કે તેમની હસતો ચહેરો અને સ્વીટ મેમરી હંમેશા મારી સાથે જ રહેશે”
હાર્દિકે પિતાને યાદ કરતા તેમની જિંદગીની સફળતાનો શ્રેય તેમના ફાધરનો આપ્યો હતો. તેમણે લખ્યું કે, મારી અને મારા ભાઇની સફળતાનો સમગ્ર શ્રેય મારા પિતાને આપું છું,
હાર્દિકે પિતાજીને ટ્રિબ્યૂટ આપતા લખ્યું કે, આજે તમારા દિકરા જે સ્થાને ઉભા છે. તે માત્રને માત્ર તમારા સખત પરિશ્રમના કારણે જ શક્ય બન્યું છે. તમારા આત્મબળના કારણે અમે જીવનમાં સફળ છીએ. આપના વિના આ ઘર સૂમસાન ભાસે છે. અમે આપને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને આપનું નામ હંમેશા આગળ ધપાવીશું.
હાર્દિકે પિતાને યાદ કરતા લખ્યું કે, જો કે આ બધા બાદ પણ મને વિશ્વાસ છે કે આપના હજુ પણ મારી સાથે જો અને આપના આશિષ મને મળતા રહેશે, આપે જે રીતે જિંદગી જીવી છે, તેના માટે અમને આપના પર ગર્વ છે અને હંમેશા રહેશે, પોસ્ટના અંતે લખ્યું” નાઉ રેસ્ટ ઇન પીસ માય કિંગ, હું મારી જિંદગીની દરેક ક્ષણે આપને યાદ કરતો રહીશ,