Hardik Pandya News: હાર્દિક પંડ્યાએ આ વખતે આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કર્યું અને 6 મહિના પછી ભારતીય ટીમમાં જગ્યા બનાવી. તે દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T20I શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. મંગળવારે તે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં જોડાયો હતો. પ્રેક્ટિસ સેશનમાં આવતા પહેલા તેણે પોતાની ઈન્ટરનેશનલ કરિયર વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેણે તે વ્યક્તિનું નામ જણાવ્યું જેની મદદથી તે અહીં પહોંચ્યો હતો.


અહીં સુધી પહોંચવા કોનો માન્યો આભાર


હાર્દિક પંડ્યાએ SG પોડકાસ્ટ પર કહ્યું, 'જે રીતે મેં મારું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું, મને લાગ્યું કે હું પહેલો ક્રિકેટર છું, જેણે પહેલી ઓવરમાં 19 રન આપ્યા. મને લાગ્યું કે કદાચ આ મારી છેલ્લી ઓવર હશે. પરંતુ હું ભાગ્યશાળી છું કે હું માહી ભાઈની કેપ્ટનશીપમાં રમ્યો છું. તેણે મારામાં ઘણો વિશ્વાસ મૂક્યો. તે જ અમને આ સ્તર સુધી પહોંચવામાં મદદ કરી.


હાર્દિક પંડ્યાએ કહ્યું કે ધોનીએ જ તેનામાં વિશ્વાસ જગાડ્યો હતો. પંડ્યા કહે છે, 'તે મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ત્રીજી મેચ હતી અને માહી ભાઈએ મને કહ્યું હતું કે તને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવશે. મારી કારકિર્દીની ત્રીજી મેચ બાદ જ હું વર્લ્ડ કપની ટીમમાં હતો એ જાણવું એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું.


હાર્દિકે ગુજરાત ટાઇટન્સને આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું


IPLની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 ખેલાડીઓમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. તેણે 44.27ની બેટિંગ એવરેજથી 487 રન બનાવ્યા. આ દરમિયાન હાર્દિકનો સ્ટ્રાઈક રેટ પણ 131.26 હતો. તેણે આ સિઝનમાં કુલ 4 ફિફ્ટી ફટકારી છે. આ સાથે તે બોલિંગમાં પણ શાનદાર હતો. તેણે પ્રતિ ઓવર માત્ર 7.27 રન આપ્યા અને 8 વિકેટ લીધી. તે IPL 2022ની ફાઈનલ મેચમાં પણ 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. તેના જોરદાર પ્રદર્શનના કારણે ગુજરાત ટાઇટન્સ IPL ચેમ્પિયન બની હતી.


ભારત- દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે પટેલ સહિત ત્રણ ગુજરાતીને મળી શકે છે સ્થાન


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ T20 દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમાશે. આ સીરીઝમાં કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે જ્યારે ઋષભ પંત વાઇસ કેપ્ટન છે. ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પ્રથમ T20માં કેવી હોઈ શકે છે.


પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - કેએલ રાહુલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.