પટિયાલા: પંજાબમાં પટીયાલામાં નાભા જેલ તોડીને ભાગી ગયેલા ખાલીસ્તાન લીબ્રેશન આર્મીના આતંકી હરમિંદર સિંહ મિંટૂને દિલ્લી પોલીસે પકડી પાડ્યો છે. જ્યારે પાંચ કેદીઓ હજી ફરાર છે. પોલીસે  આતંકીઓને ભગાડનારો પરમિંદર પણ પકડી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસને 500 કારતૂસ અને હથિયારનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.




ઉલ્લેખનીય છે કે  રવિવારે દસ હથિયાર ધારીઓ છ ખુંખાર આતંકીઓને છોડાવીને લઈ ગયા હતા. પંજાબમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે જેલ તોડીને ખુંખાર આતંકવાદીઓ ભાગી જતા સુરક્ષામાં મોટા છીંડા સામે આવ્યા હતા અને વિરોધ પક્ષોએ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલના રાજીનામાની માંગ કરી હતી. કેદીઓના જેલ તોડીના ભાગી ગયા બાદ પંજાબની સીમાઓને સીલ કરી દેવાઈ હતી અને ઉત્તર ભારતના તમામ રાજ્યોની પોલીસને અલર્ટ કરી દેવાઈ હતી. સરકારે નામોશીથી બચવા ભાગી ગયેલા કેદીઓને પકડવા માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્લી પોલીસને હરમિંદર સિંહ મિંટૂને પકડી પાડવામાં સફળતા મળી છે.