નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર કરવામાં આવી હતી. જે બાદ હવે રાજ્યમાં કોની સરકાર બનશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને ઓપિનિયન પોલ કર્યો હતો. જેમાં હરિયાણામાં ભાજપનું વાવાઝોડુ જોવા મળી રહ્યું છે.


હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે. સર્વે મુજબ ભાજપને 78 બેઠકો મળવાનું અનુમાન છે. કૉંગ્રેસને 8 બેઠકો અને જેજેપીને 1 બેઠક મળી શકે છે, જ્યારે અન્યના ખાતામાં 3 બેઠકો જઈ શકે છે.

90 બેઠકોવાળી હરિયાણા વિધાનસભામાં ભાજપને 78 બેઠકો મળવાનું અનુમાન છે. મનોહર લાલ ખટ્ટર મતદારો પ્રથમ પસંદ છે. મનોહર લાલ ખટ્ટરને 48 ટકા લોકો ઈચ્છી રહ્યા છે તેઓ ફરી વાર મુખ્યમંત્રી બને. ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને 13 ટકા લોકો સત્તાનું સુકાન આપવા માંગે છે, જ્યારે દુષ્યંત ચૌટાલાને 11 ટકા લોકો મુખ્યમંત્રીના દાવેદાર માની રહ્યા છે.