કુરુક્ષેત્રઃ મહામારીને જોતા હરિયાણા સરકારે રવિવારે થનારા સૂર્ય ગ્રહણ પર ઐતિહાસિક શહેર કુરુક્ષેત્રમાં લોકોની અવરજવર રોકવા માટે કર્ફ્યૂ લગાવી દીધું છે. શનિવારે સત્તાવાર આ કર્ફ્યૂનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે.


એક અધિકારીએ જણાવ્યું કે, કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર ઘાટ પર કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, સૂર્ય ગ્રહણના સમયે 10.20 કલાકથી 1.47 કલાકની વચ્ચે લોકો પોતાના ઘરેથી જ પૂજા કરવાની આપીલ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે, 21 જૂને સાંજે 4 સુધી વિસ્તારમાં કર્ફ્યૂ લાગુ રહેશે.

જણાવીએ કે, પહેલા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સૂર્ય ગ્રહણ પર “પિંડ દાન” કરવા અને અન્ય અનુષ્ઠાન કરવા માટે બ્રહ્મ સરોવર પર આવતા હતા.

વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 21 જૂન 2020 અને રવિરારે જોવા મળશે

સૂર્યગ્રહણની ઘટના એક ખગોળીય ઘટના હોય છે. સૂર્યગ્રહણની આ ખગોળીય ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. પરંતુ અહીં જરૂરી છે કે સૂર્યગ્રહણની આ ઘટના સમગ્ર વિશ્વના તમામ દેશોમાં જોવા મળશે. 21 જૂન, 2020ના રોજ પણ સૂર્યગ્રણ વિશ્વના અનેક દેશોમાં જોવા મળશે.

ભારતમાં સૂર્યગ્રહણનો સમય સવારે 9-15થી શરૂ થઈને 3-04 મિનિટે પૂરું થશે. ભારતમાં સૌથી પહેલા આ સૂર્યગ્રહણ ગુજરાત રાજ્યના દ્વારકામાં જોવા મળશે. જ્યારે આ ગ્રહણનો મોક્ષ નાગાલેન્ડ રાજ્યની રાજધાની કોહિમામાં થશે.

સૂર્યગ્રહણનું સૂતકઃ 21 જૂન 2020ના રોજ થનાર સૂર્યગ્રહણનું સૂતક શનિવારની રાત લગભઘ સાડા નવ કલાકથી શરૂ થઈ જસે જે રવિવારે 21 જૂનના રોજ ગ્રહણ પૂરું થવાની સાથે જ સમાપ્ત થશે. સૂતકકાળને જોતા મંદિરોના કપાટ શનિવાર રાત્રે સાડા નવ કલાકથી બંધ થઈ જશે. સૂતકમાં કોઈપણ શુભ કાર્ય ન થઈ શકે.

વિશ્વના આ દેશોમાં જોવા મળશે સૂર્યગ્રણ

21 જૂન 2020ના રોજ થનારા આ સૂર્યગ્રણ વિશ્વના કેટલાક દેશોમાં જ જોવા મળશે. આ દેશોમાં ભારતની સાથે, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂનાઈટેડ અરબ અમીરાત, ઇથોપિયા અને કોંગો સામેલ છે.

ભારતમાં આ રીતે અહીં જોવા મળશે સૂર્યગ્રહણ

આ સૂર્યગ્રહણ સમદ્ર દેશમાં એક સમાન જોવા મળશે. આ સૂર્યગ્રહણ દેશના કેટલાક ભાગોમાં જેમ કે હરિયાણાના સિરકા, કુરુક્ષેત્ર, રાજસ્થાનના સૂરજગઢ, ઉત્તરાખંડના દેહરાદૂન અને ચમોલીમાં તેને સંપૂર્ણ અથવા બંગળી અથવા અર્ધગોળાકાર આકારમાં જોઈ શકાય છે. પરંતુ દેશના અન્ય ભાગમાં આ આંશિક અથવા ખંડગ્રાસ જ જોવા મળશે. જેમ કે દેશની રાજધાની દિલ્હીમાં ગ્રહણના સમય સૂર્યનો 95 ટકા ભાગ કપાયેલો જોવા મળશે. જ્યારે યૂપીના પ્રયાગરાજમાં આ ગ્રહણ 78 ટકા જોવા મળશે.