ઉમા ભારતીએ ટ્વિટમાં લખ્યું, ' જો ગોપાલ કાંડા એ જ વ્યકિતની છે જેના લીધે એક યુવતીએ આત્મહત્યા કરી લીધી એન તેમની મા એ ન્યાય નહીં મળવા પર આત્મહત્યા કરી લીધી હતી. આ કેસ અદાલતમા વિચારાધીન છે. આ વ્યક્તિ જામીન પર બહાર છે.
ઉમા ભારતીએ કાંડાના ચુંટણી જીતવા પર સવાલ ઉઠાવ્યા કે ચુંટણી જીતી જવાથી કોઈ અપરાધ મુક્ત થતું નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે ગોપાલ કાંડા નિર્દોષ છે કે અપરાધી એ તો કાયદો સાક્ષીના આધારે નક્કી કરશે. પરંતુ ચૂંટણી જીતવાથી ગુન્હાઓથી મુક્ત નથી થવાતું. ચુંટણી જીતવા માટે અનેક પરિબળો કામ કરે છે.
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું કે પક્ષ એ બાબતના ભૂલે કે સમગ્ર દુનિયા મોદીજીની સાથે છે. ઉમાભારતીએ ટ્વિટ કરીને લખ્યું કે હું ભાજપને અપીલ કરું છું આપણે આપણા નૈતિક મુલ્યોને ના ભૂલીએ. અમારી પાસે તો નરેન્દ્ર મોદી જેવી શકિત છે. તેમજ દેશ નહીં સમગ્ર દુનિયાની જનતા મોદીજીની સાથે છે તથા મોદીજીએ સતોગુણી ઉર્જાના આધાર પર રાષ્ટ્રવાદની શકિત ઉભી છે. ઉમા ભારતીએ કહ્યું કે હરિયાણામા આપણી સરકાર બને પર તેમાં સામેલ થતા લોકો ભાજપના કાર્યકરોની જેમ સ્પષ્ટ પ્રતિભાવાળા હોય.