Haryana Elections Result: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત કોંગ્રેસને પચી નથી રહી. ભાજપે સતત ત્રીજી વાર જીત મેળવી તો કોંગ્રેસે મતગણતરીમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસે ઈવીએમની બેટરીઓમાં ગડબડી અંગે આરોપ લગાવ્યા. કોંગ્રેસે પહેલા 7 વિધાનસભા બેઠકોની મતગણતરીમાં ગડબડીનો આરોપ લગાવ્યો અને હવે ભારતીય ચૂંટણી પંચને સોંપેલા નવા જ્ઞાપનમાં હરિયાણાની 13 વિધાનસભા બેઠકો પર મતગણતરી પ્રક્રિયામાં અનિયમિતતાની વાત કરી છે.
કોંગ્રેસે જે 13 બેઠકોની વાત કરી છે, તેમાંથી 12 પર ભાજપે જીત નોંધાવી છે તો એક પર ઈન્ડિયન નેશનલ લોકદળે સુરક્ષિત કરી છે. આ 13 બેઠકોમાંથી 11 પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો અને એક બેઠક પર ઈનેલો અને કોંગ્રેસ વચ્ચે. જ્યારે એક બેઠક એવી હતી, જ્યાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે મુકાબલો હતો.
ચૂંટણી પંચને આપેલા પોતાના જ્ઞાપનમાં શુક્રવારે ટીમ ખરગેની તરફથી આપવામાં આવેલા જ્ઞાપનમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) છેતરપિંડીના આરોપો ઉપરાંત કોંગ્રેસના પાનીપત ઉમેદવાર વરિંદર કુમારની ફરિયાદ પણ સામેલ હતી. ચૂંટણી પંચને આપેલા જ્ઞાપન મુજબ વરિંદર કુમારે આરોપ લગાવ્યો કે મતગણતરી દરમિયાન ઘણા ઈવીએમ કંટ્રોલ યુનિટમાં 99 ટકા બેટરી લેવલ દેખાયું. તેમણે કહ્યું કે ચૂંટણી એજન્ટોને ફોર્મ 17સીની નકલો મતગણતરી હોલમાં લઈ જવાની મંજૂરી નહોતી, જેમાં મતદાન કેન્દ્રમાં નાખવામાં આવેલા મતોની સંખ્યા નોંધાય છે. તેમણે એવો પણ દાવો કર્યો કે એજન્ટો ડેટાનું મિલાન કરી શકતા નહોતા, જેનાથી ચેડાંની શંકા થઈ.
કોંગ્રેસે જે 13 બેઠકો પર અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો છે, તેમાં ઉચાના કલાં, પટોદી, ઇન્દ્રી, બડખલ, ફરીદાબાદ એનઆઈટી, નલવા, રાનિયા, પલવલ, બલ્લભગઢ, બરવાલા અને ઘરોંડા સામેલ છે.
આ પહેલા જ્યારે કોંગ્રેસ અધ્યક્ષને હરિયાણામાં હાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અમે હરિયાણામાં શું થયું તેનો રિપોર્ટ માંગીએ છીએ, રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે હરિયાણામાં કોંગ્રેસની જીત થશે, ચૂંટણીના પરિણામો પહેલા જ ભાજપના કેટલાક નેતાઓ માની રહ્યા હતા કે હરિયાણામાં કોંગ્રેસ જીતી રહી છે, એવું શું હતું કે કોંગ્રેસની હાર થઈ?
આ પણ વાંચોઃ