ચંડિગઢ: દેશભરમાં આજથી લોકડાઉન ત્રણને ધ્યાનમાં રાખતા કેટલીક છૂટ આપવામાં આવી છે. આ જ રીતે દારૂના વેચાણને લઈને પણ છૂટ આપવામાં આવી છે. કેંદ્ર સરકારના આદેશ બાદ આજથી દેશભરમાં દારૂનું વેચાણ ત્રણેય ઝોનમાં શરૂ થયું છે. પરંતુ હરિયાણામાં દારૂના વેપારીઓએ દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


હરિયાણામાં રાજ્ય સરકાર અને દારૂના વેપારીઓમાં વિવાદ થયો છે. દારૂના વેપારીઓએ લાઈસન્સ ફી આપવાનો ઈનકાર કર્યો છે. દારૂના વેપારીઓએ કહ્યું કે કોરોન મહામારીમાં સરકાર અમારી પાસેથી એટલી જ લાઈસેન્સ ફી લે જેટલુ દારૂન વેચાણ થાય છે કારણ કે હાલના સમયમાં વધારે વેચાણ નથી થતું.

આ વાતને લઈને હરિયાણા સરકાર અને દુકાનદારો વચ્ચે વિવાદ થયો છે. સરકારે ઠેકેદારોની વાત નથી માની ત્યારૂબાદ આજે દારૂની દુકાનો ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઠેકેદારોની વધુ એક ચિંતા એ છે કે કોવિડ સેસ લગાવવામાં આવી રહ્યો છે જે 2 રૂપિયાથી લઈને 20 રૂપિયા પ્રતિ બોટલ હોઈ શકે છે. આજે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની આગેવાનીમાં બેઠક ચાલી રહી છે અને તેમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે કે કોઈ છૂટ આપવાની છે કે નહી.