Haryana Government Oath Ceremony: મંગળવારે (15 ઓક્ટોબર) હરિયાણા સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન પંચકુલા સેક્ટર 5ના પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અને એનડી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
શપથ ગ્રહણ સમારોહ માટે પરેડ ગ્રાઉન્ડમાં એક લાખ લોકોની બેઠક ક્ષમતાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે. આ ઉપરાંત દેશના ઉદ્યોગપતિઓ અને મોટી હસ્તીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવશે.
બે દિવસ પહેલા 9 ઓક્ટોબરે નાયબ સિંહ સૈની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળ્યા હતા. જો કે, જ્યારે તેમને પીએમ મોદી સાથેની મુલાકાત અને આગામી સીએમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે તે સંસદીય બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 90માંથી 48 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે. ભાજપે સતત ત્રીજી વખત રાજ્ય કબજે કર્યું છે.
હરિયાણા ચૂંટણીમાં કાંટે કી લડાઈ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર પાંચ સીટો એવી હતી જ્યાં જીત અને હાર વચ્ચેનો તફાવત 50 હજારથી વધુ હતો. બાદશાહપુર, ફિરોઝપુર ઝિરકા, ગઢી સાંપલા-કિલોઈ, ગુડગાંવ અને પાણીપત ગ્રામીણ વિધાનસભા બેઠકો પર જીત અને હારનો તફાવત 50 હજારથી વધુ હતો. સૌથી મોટી જીતનો રેકોર્ડ ફિરોઝપુર ઝિરકાથી કોંગ્રેસના મમન ખાનના નામે હતો. મમન ખાને 98 હજાર 441 મતોની સરસાઈથી ચૂંટણી જીતી હતી.
12 નેતાઓ મંગળવારે (15 ઓક્ટોબર) મંત્રી તરીકે શપથ લઈ શકે
સીએમ નાયબ સિંહ સૈની સિવાય 12 નેતાઓ મંગળવારે (15 ઓક્ટોબર) મંત્રી તરીકે શપથ લઈ શકે છે. હરિયાણાની નવી નાયબ સિંહ સૈની સરકારમાં અનિલ વિજ, કૃષ્ણ બેદી, કૃષ્ણલાલ પંવાર, અરવિંદ શર્મા, કૃષ્ણ મિડ્ડા, મહિપાલ ઢાંડા, મૂલચંદ શર્મા, લક્ષ્મણ યાદવ, રાવ નરબીર, સુનીલ સાંગવાન, બિપુલ ગોયલ, તેજપાલ તંવરને મંત્રી બનાવવામાં આવી શકે છે.
શું ચંદ્રબાબુ નાયડુ NDAને આપશે ઝટકો, હવે આ મામલે રાહુલ ગાંધીનું કર્યું સમર્થન