Rahul Gandhi On Farmers Protest: હરિયાણામાં ખેડૂતો પર લાઠીચાર્જને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લાઠીચાર્જને લઇને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને તેને ખેડૂત વિરોધી ગણાવી હતી.  રાહુલ ગાંધીએ લાઠીચાર્જમાં ઇજાગ્રસ્ત અને લોહીથી લથપથ એક ખેડૂતની તસવીર શેર કરતા લખ્યું કે, ‘ફિર ખૂન બહાયા  હૈ કિસાન કા, શર્મ સે સર ઝૂકાયા હિંદુસ્તાન કા’


હરિયાણાના કરનાલમાં આજે ટોલ પ્લાઝા પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. વાસ્તવમાં કરનાલમાં ભાજપની વિશેષ બેઠક આયોજીત કરી હતી જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ભાજપ ધારાસભ્ય અને મંત્રી ઓપી ધનખડ પહોંચ્યા હતા. બીજી તરફ ખેડૂતોએ બસતાડા ટોલ પ્લાઝા પર એકઠા થઇને બેઠકનો વિરોધ કરવાની રણનીતિ બનાવી હતી. બાદમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ટોલ પ્લાઝા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં અનેક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા.



નોંધનીય છે કે ખેડૂતોએ ભાજપની બેઠકનો વિરોધ કરવાની જાહેરાત શુક્રવારે જ કરી હતી. વિરોધને ધ્યાનમાં રાખીને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં મોટી સંખ્યામાં ખેડૂતો ટોલ પ્લાઝા પર એકઠા થયા હતા અને પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોએ સરકારના વિરોધમાં નારા લગાવ્યા હતા.



આ દરમિયાન ખેડૂતોએ ભાજપના નેતાઓની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ખેડૂતોએ હાઇવે પર ટ્રાફિક જામ કરી દીધો હતો. બાદમાં પોલીસ અને ખેડૂતો ટોલ પ્લાઝા પર સામસામે આવી ગયા હતા અને પોલીસે ખેડૂતોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.


ખેડૂતો પર લાઠીચાર્જ વિરુદ્ધ ગોહાનાના ભેંસવાન ચોક પર રોહતક અને પાનીપત નેશનલ હાઇવેને જામ કરી દીધો છે. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ ખેડૂતોને તમામ રસ્તાઓ બ્લોક કરવાનું કહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ ઓપી ધનખડ સિવાય અન્ય નેતાઓના વિરોધમાં બસતાડા ટોલ પર ખેડૂતોએ કાળા ઝંડા ફરકાવ્યા હતા. ખેડૂતોએ રાજ્યવ્યાપી બંધ બાદ હરિયાણા રોડવેઝે તમામ રૂટો પર બસ સેવા બંધ કરી દીધી છે.


Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?


 


IND vs ENG 3rd Test Day 4: ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે જ ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે, એક ઇનિંગ અને 76 રનથી ઇગ્લેન્ડનો ભવ્ય વિજય


 


IND vs ENG 4th Test: ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર બાદ ચોથી ટેસ્ટમાંથી આ ખેલાડીનું પત્તું કપાવાનું નક્કી, જાણો વિગત


 


Janmashtami 2021: પુષ્ટિમાર્ગમાં કેમ જન્માષ્ટમીના બીજા દિવસે ઉજવવામાં આવે છે નંદ મહોત્સવ ? જાણો શું છે કારણ