નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે તાંડવ મચાવ્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા બાદ વધુ એક રાજ્યએ લોકડાઉન લગાવ્યું છે.  ભાજપ શાસિત હરિયાણાએ રાજ્યમાં અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન નાંખવાની જાહેરાત કરી છે. હરિયાણામાં 3 મેથી અઠવાડિયાનું લોકડાઉન રહેશે તેમ ગૃહમંત્રી અનિલ વીજે જણાવ્યું હતું. એક જ દિવસમાં બીજા રાજ્યએ લોકડાઉનની જાહેરાત કરી હતી.


આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ હરિયાણામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,02,516 છે. જ્યારે કુલ 4,29,130 લોકો કોરોનોનાને હરાવી ચુક્યા છે. જ્યારે 7,355 લોકોના કોરોનાથી મોત થયા છે.



ઓડિશાએ પણ આજે લોકડાઉનની કરી જાહેરાત


ઓડિશા સરકારે રાજ્યમાં 5થી 19 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લીધો છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ઓડિશા સરકારે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે 14 દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. આ લોકડાઉન 5 મેથી 19 મે સુધી લગાવવામાં આવશે.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. શનિવાર દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા.


એક્ટિવ કેસ 33 લાખને પાર


 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 33 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.


 એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત


સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,92,498 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3689 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,07,865 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 95 લાખ 57 હજાર 457


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 59 લાખ 92 હજાર 271


કુલ એક્ટિવ કેસ - 33 લાખ 49 હજાર 644


કુલ મોત - 2 લાખ 15 હજાર 542